અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કયા ખેલાડીઓને મળ્યું સ્થાન
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી અન્ડર-19 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ડોમેસ્ટિક સીઝનમાં મહિલાઓની અન્ડર-19 ટૂર્નામેન્ટ તો પુરૂષ કેટેગરીમાં વિનુ માંકડ (એકદિવસીય ટ્રોફી) રમાશે.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ડોમેસ્ટિક સીઝનની શરૂઆત થઈ ગઈ છે. આ ડોમેસ્ટિક સીઝનમાં અન્ડર-19 ખેલાડીઓ મેદાનમાં ઉતરવાના છે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન મહિલા અન્ડર-19 ટૂર્નામેન્ટ અને મેન્સ અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી છે. મહિલા અન્ડર-19 ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આ ટૂર્નામેન્ટનું આયોજન 4 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી ચેન્નાઈમાં થશે. જ્યારે પુરૂષોની અન્ડર-19 વિનુ માંકક ટ્રોફી 50 ઓવર ફોર્મેટમાં રમાશે.
અન્ડર-19 મહિલા ટી20 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની ટીમ
1. સંચિતા ચાંગલાણી (C)
2. નિધિ દેસાઈ
3. શ્રેયા ખલાસી (WK)
4. અચ્છા પરમાર
5. દિયા જરીવાલા
6. ચાર્લી સોલંકી
7. પુષ્ટી નાડકર્ણી
8. હર્ષિતા યાદવ
9. જિયા જૈન
10. યશવી માલમ
11. વેનિશા ગજ્જર
12. શિવાની ગુપ્તા
13. દિયા વર્ધાની
14. ભૂમિ દવે
15. ગૌરી ગોયલ
ગુજરાત U-19 WOMENનો કાર્યક્રમ
02-10-2024 - ગુજરાત VS બરોડા
04-10-2024 - ગુજરાત VS છત્તીસગઢ
06-10-2024 - ગુજરાત VS મિઝોરમ
08-10-2024 - ગુજરાત VS બિહાર
મહિલાઓની અન્ડર-19 ટૂર્નામેન્ટમાં સ્મૃતિ સિંહ (કોચ), ફાલ્ગુની ચૌહાણ (કોચ) જવાબદારી નિભાવશે. સાથે જ પ્રિયંકા પટેલ (ટ્રેનર) રિદ્ધિ મોવડિયા (ફિઝિયો) અને રૂપલ ચોકશી (મેનેજર) ની જવાબદારી અદા કરશે.
વિનુ માંકડ ટ્રોફી માટે ગુજરાતની અન્ડર-19 ટીમ
1. રુદ્ર એમ પટેલ (C)
2. મલય શાહ
3. ક્રિશ ચૌહાણ
4. મૌલ્યરાજસિંહ વી ચાવડા
5. લવ પાધિયાર
6. નિશિત એ ગોહિલ
7. રુદ્ર એન પટેલ
8. પુરવ એમ પૂજારા (wk)
9. રુદ્ર પી પટેલ (wk)
10. મીટ કે પટેલ
11. ખિલન એ પટેલ
12. જય એચ સોલંકી
13. કાવ્યા પટેલ
14. હેનીલ ડી પટેલ
15. વાસુ એસ દેવાણી
16. વ્રાજ કે દેસાઈ
વિનુ માંકડ ટ્રોફી માટે ગુજરાતની અન્ડર-19 ટીમનો કાર્યક્રમ
૦૪ -૧૦-૨૦૨૩ - ગુજરાતી વિ ઝારખંડ
૦૬ -૧૦-૨૦૨૩ - ગુજરાત વિ મણિપુર
૦૮ -૧૦-૨૦૨૩ - ગુજરાત વિ હરિયાણા
૧૦ -૧૦-૨૦૨૩ - ગુજરાત વિ ઉત્તર પ્રદેશ
૧૨ -૧૦-૨૦૨૩ - ગુજરાતી વિ દિલ્હી.
ગુજરાત મેન્સ અન્ડર-19 ટીમમાં કોચ તરીકે તેજસ વરસાણી (કોચ) હેમ જોશીપુરા (કોચ) તથા કલ્પેશ પટેલને જવાબદારી સોંપાઇછે. ટીમ સાથ્ અનુજ પંવાર (ટ્રેનર) મિ. જીમી પટેલ (ફિઝિયો) પણ જોડાશે. તો જીગ્નેશ પટેલ (વિડિયો એનાલિસ્ટ) સંજય લિંબાચીયા (મેનેજર) તરીકે ની જવાબદારી નિભાવશે.