ગુજ્જુ ક્રિકેટરની IPL-2024 માં પસંદગી, ફાયર બ્રિગેડના કર્મચારીનો પુત્ર વિરાટ કોહલી સાથે રમશે
Saurav Chuahan IPL Auction: અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણનું આઈપીએલમાં નસીબ ચમક્યું... આઈપીએલ ઓક્શનમાં આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
IPL Auction 2024 updates : દુબઈમાં યોજાયેલ મિની ઓક્શનમાં ઈતિહાસ રચાયો હતો. T-20 ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની મિની હરાજી 19મી ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. જેમાં 155 ખેલાડી પર બોલી લગાવવામાં આવી હતી. 72 ખેલાડીઓ sold થયા હતા. ત્યારે આઈપીએલમાં પ્લેયર ઓક્શન આ ગુજરાતી ક્રિકેટર્સને ફળ્યું છે. અમદાવાદના યુવા ક્રિકેટર સૌરવ ચૌહાણ (Saurav Chuahan) ની IPL-2024 માટે પંસદગી થઈ છે. આરસીબીએ અમદાવાદના સૌરવ ચૌહાણને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL-2024 ના ઓક્શનમાં ગુજરાતી ક્રિકેટર સૌરવ ચૌહાણની લોટરી લાગી છે. અમદાવાદમાં ફાયર બ્રીગેડના કર્મચારીનો પુત્ર સૌરવ ચૌહાણ હવે વિરાટ કોહલી સાથે રમશે. રાજસ્થાન રોયલ્સ (આરસીબી) એ તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરવ લેફ્ટ હેન્ડેડ બેસ્ટમેન છે. આઈપીએલમાં સૌરવ ચૌહાણની આ પહેલી એન્ટ્રી છે. તેઓએ અત્યાર સુધી આઈપીએલમાં એક પણ મેચ રમ્યા નથી.
ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં ચોરી, કોક મહેમાનનો મોબાઈલ ચોરી લઈ ગયું
સૌરવ ચૌહાણનું કરિયર
આ બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અમદાવાદના AMC સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનના પુત્ર સૌરવે અરુણાચલ પ્રદેશની ટીમ સામે આ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની હિટિંગ ક્ષમતા સાબિત કરી હતી. સૌરવે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેઘાલયના અભય નેગીનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે વર્ષ 2019માં મિઝોરમ સામે 14 બોલમાં અર્ધસદી ફટકારી હતી. સૌરવની બેટિંગના કારણે ગુજરાતની ટીમે માત્ર 8 ઓવરમાં અરુણાચલના 127 રનના સ્કોરનો પીછો કરી લીધો હતો.
સૌરવ ચૌહાણની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રીથી ટીમને બેટિંગ પાવર મળશે. સૌરવ નંબર 3 પર RCB માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારથી વિરાટે ઓપનિંગ શરૂ કરી છે ત્યારથી નંબર 3 ટીમ માટે મુશ્કેલ પાઠ બની ગયો છે. આવી સ્થિતિમાં સૌરવ IPL 2024માં RCB માટે નંબર 3 પર રમતા જોવા મળી શકે છે.
કાશ્મીરના કાતિલ 40 દિવસોની શરૂઆત, ચિલ્લાઈ કલાની ભયંકર ઠંડીમાં બધુ થીજી જશે
IPL-2024 માં કુલ 10 ટીમ કઈ કઈ છે
- ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)
- દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)
- ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)
- કોલકાત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)
- લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)
- મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)
- પંજાબ કિંગ્સ (Punjab Kings)
- રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)
- સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)
H-1B holders : વિઝાધારકો માટે અમેરિકાનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી બદલાયો નિયમ
ગુજરાતના માથે ફરી મોટી ઘાત : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી