નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી યુવા ચેસ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુકેશની સફળતા પર ખુશી વ્યક્ત કરતા તેને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમે લખ્યું, ધ ચેમ્પિયન ઓફ ચેસ, યુવા ડી. ગુકેશને પોતાની સિદ્ધિથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેનું લગન અને દ્રઢતા જોવા લાયક છે. તેને મારા તરફથી શુભેચ્છા અને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. 


મહત્વનું છે કે, ડી. ગુકેશે દિલ્હીમાં આયોજીત દિલ્હી ઈન્ટરનેશનલ ચેસ ગ્રાન્ડમાસ્ટર ઓપનનું ટાઇટલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. 12 વર્ષના ડી. ગુકેશ ખિતાબ હાસિલ કરનારો ભારતનો સૌથી યુવા ઉંમરનો ચેસ ખેલાડી છે. 


શતરંજની ચાલમાં દિગ્ગજોને છકાવનાર ડી, ગુકેશે માત્ર સાત વર્ષની ઉંમરમાં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેણે આ રમત માત્ર મનને કસવા માટે શરૂ કર્યું હતું પરંતુ જલ્દી તે તેનો દિવાનો બની ગયો હતો. ડી. ગુકેશ ભારતનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે પરંતુ માત્ર 17 દિવસથી તે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તોડવાનું ચુકી ગયો હતો. વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટરનો રેકોર્ડ રૂસના સર્ગેઈ કારજાનિકના નામે છે. આ રેકોર્ડ તેણે 2002માં બનાવ્યો હતો. 


સ્પોર્ટ્સના અન્ય સમાચારો વાંચવા માટે ક્લિક કરો