ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21મા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના યુવા વેટલિફ્ટર ગુરૂરાજાએ પહેલો મેડલ જીત્યો. ગુરૂરાજાએ કુલ 249 કિલોગ્રામ ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો અને દેશને પ્રથમ ચંદ્રક અપાવ્યો. ગોલ્ડ મેડલ મલેશિયાના ઇઝહાર અહેમદે જીત્યો. શ્રીલંકાના ચતુરંગા લકમલને બ્રોંજ મેડલ વડે સંતોષ માનવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂરાજે કુલ 249નો સ્કોર કર્યો
વેટલિફ્ટિંગના મહત્વપૂર્ણ મુકાબલામાં 25 વર્ષના ગુરૂરાજે સ્નૈચમાં 111નો સ્કોર કર્યો, તો બીજી તરફ ક્લીન એન્ડ જર્કમાં 138નો સ્કોર બનાવ્યો. તેમણે કુલ 249નો સ્કોર કરતાં રજત પદક પોતાના નામે કર્યો. ગોલ્ડ મેડલ જીતનાર મલેશિયાના ઇઝહાર અહમદે કુલ 261નો સ્કોર કર્યો. ઇઝહારે સ્નૈચમાં 117નો સ્કોર કર્યો, આ મામલે તેમણે નવી દિલ્હીમાં 2010માં રમાયેલી કોમનવેલ્થ રમતોમાં પોતાના હમવતન ઇબ્રાહિમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલો રેકોર્ડ તોડ્યો. ક્લીન એન્ડ જર્કમાં મલેશિયાઇ ખેલાડીએ 144નો સ્કોર કર્યો. કાંસ્ય પદક જીતનાર શ્રીલંકાના ચતુરંગા લકમલે સ્નૈચમાં 110 અને ક્લીન એન્ડ જર્કમાં 134નો સ્કોર બનાવ્યો. 


2010માં વેટલિફ્ટિંગ કેરિયરની શરૂઆત કરી
ગુરૂરાજા મૂળ કોસ્ટલ કર્ણાટકમાં કુંડૂપારાના રહેવાસી છે. તેમના પિતા ટ્રક ડ્રાઇવર છે. તેમણે 2010માં વેટલિફ્ટિંગ કેરિયરની શરૂઆત અક્રી. ગુરૂરાજાને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વેટલિફ્ટિંગ જેવી રમતમાં ડાયટ અને સપ્લીમેંટ્સ સૌથી વધુ જરૂરી હોય છે. તેના માટે તેમની પાસે પૈસા ન હતા. પરંતુ તેમના પિતાએ હિંમત ન હારી અને પુત્રને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમના પરિવારમાં આઠ લોકો છે. 


સાઉથ એશિયન ગેમ્સમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ
ગુરૂરાજા પુજારીએ 2016 સાઉથ એશિયન ગેમ્સમાં આ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારે તેમણે કુલ 241 કિલો વજન ઉપાડ્યું હતું. તેમણે આ વર્ષે પેનાંગમાં કોમનવેલ્થ સીનિયર વેટલિફ્ટિંગ ચેમ્પિયન શિપમાં પણ ગોલ્ડ જીત્યો, તેમણે 249 કિગ્રા (સ્નૈચમાં 108 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 141 કિગ્રા) વજન ઉઠાવ્યું હતું.