જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ: રાકેશ પાત્રાએ ટ્રાયલનો કર્યો બહિષ્કાર, દીપા ફિટનેસના કારણે રહી બહાર
રાકેશ પાત્રાએ કહ્યું કે ટ્રાયલના એક દિવસ પહેલા સુધી ભારતના મુખ્ય કોચ જી એસ બાવાને આ માનદંડની ખરબ ન હતી. શનિવારે આઇ જી સ્ટેડિયમ પર કેટલાક જિમ્નાસ્ટોને ટ્રાયલમાં પોતાના વર્ગના ટ્રાયલ આપ્યા પછી તેની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: સિલેક્શનના અજીબોગરીબ માનદંડથી ત્રસ્ત ભારતીય જિમ્નાસ્ટ રાકેશ પાત્રાએ 48મા કલાત્મક વિશ્વ ચેમ્પિયનશિપના ટ્રાયલમાં ભાગ ન લીધો હતો, જ્યારે દીપા કરમાકર પણ ફિટનેસના કારણોથી બહાર રહી છે. જિમ્નાસ્ટ તે સમયે શોક થઇ ગયા હતા જ્યારે તેમને ખબર પડી કે સિલેક્શન માટે વ્યક્તિગત વર્ગની જગ્યાએ ઓલ રાઉન્ડ રૂટીન પરફોર્મ કરવાનું હશે. રાકેશ પાત્રાએ કહ્યું કે ટ્રાયલના એક દિવસ પહેલા સુધી ભારતના મુખ્ય કોચ જી એસ બાવાને આ માનદંડની ખરબ ન હતી. શનિવારે આઇ જી સ્ટેડિયમ પર કેટલાક જિમ્નાસ્ટોને ટ્રાયલમાં પોતાના વર્ગના ટ્રાયલ આપ્યા પછી તેની જાહેરાત કરી હતી.
પાત્રાએ કહ્યું, ‘‘એક દિવસ પહેલા મેન જી એસ બાવાએ પૂછ્યું પરંતુ તેમણે કહ્યું કે તેમને આ વાતની કોઇ જાણકારી નથી. આજે ટ્રાયલ થાય અને કેટલાક જિમ્નાસ્ટોના પરફોર્મ કર્યા બાદ આ માનદંડ વિશે જણાવવામાં આવ્યું હતું.’’
તૂર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપ, મેલબર્ન વર્લ્ડ કર અને ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં થોડા જ અંતરથી મેડલ જીતવાથી રહી ગયેલા પાત્રાએ કહ્યું હતું કે, ‘‘હું ટોક્યો ઓલ્મપિક માટે પોતાના જ વર્ગ પર ફોક્સ કરી રહ્યાં હતો. આ સિલેક્શન બીજા વર્ગના આધર પર થઈ રહ્યું છે જેમાં મેડલ જીતવાની સંભાવના નથી અને આ કારણે હું ટ્રાયલમાં આવી રહ્યો નથી.’’
મહિલા ટ્રાયલમાં પ્રણતિ દાસ અને અરૂણા રેડ્ડી મુખ્ય રહી જેમાં 16 જિમ્નાસ્ટોએ ભાગ લીધો હતો. પુરૂષ વર્ગમાં 16 જિમ્નાસ્ટોમાંથી આદિત્ય રાણા અને ગૌરવ કુમાર પહેલા બે સ્થાન પર રહ્યાં છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સાઇના સિલેક્શન પ્રક્રિયાથી જિમ્નાસ્ટ મુશ્કેલીમાં
કલાત્મક જિમ્નાસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિમાં ભાગ લેવા માટે આયોજન કરવામાં આવેલી ટ્રાયલમાં પહોંચેલા ભારતીય જિમ્નાસ્ટોને ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઇ) ના આ નિર્દેશથી મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા કે સિલેક્શન માટે ખેલાડિઓતેમના વ્યક્તિગત સ્પર્ધાની જગ્યાએ ઓલ રાઉન્ડ જિમ્નાસ્ટિકમાં પોતાની જાતને સાબિત કરવાના રહેશે. દોહામાં રમાવનારી આ ટૂર્નામેન્ટ 48મા સત્રમાં ભરતીય ખેલાડીઓના ભાગ લેવા પર બનેલી સંશય ગત અઠવાડીએ તે સમયે પૂરો થઇ ગયો જ્યારે સાઇએ તેના માટે 29 અને 30 સપ્ટેમ્બરે ટ્રાયલ કરવાનો નિર્ણય લીધો હતો. જિમ્નાસ્ટો તે સમયે મુશ્કેલીમાં રહી ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમનું સિલેક્શન ઓલ રાઉન્ડ જિમ્નાસ્ટિકના પ્રદર્શનના આધર પર થવાનું છે. પુરૂષોના આલ રાઉન્ડ જિમનાસ્ટિકમાં છ સ્પર્ધાએ હોય છે, જ્યારે મહિલાને એલ રાઉન્ડમાં ચાર સ્પર્ધાઓ હોય છે.
ભારતિય જિમનાસ્ટિક ફેડરેશન (જેએફઆઇ)ના વાઇસ પ્રેસિડેન્ટ રિયાઝ અહમદ ભાટી પણ શુક્રવારે સાઇનો ઇ-મેઇલ જોઇને શોક થઇ ગયા હતા. જેમાં કૌશિક બેદીવાલાના સ્થાન પર સિલેક્શન સમિતિમાં શામેલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘‘સાઇના સિલેક્શન સમિતિએ મારું પણ નામ શામેલ કર્યું છે. મને પૂછ્યા વગર એટલા ઓછા સમયમાં સિલેક્શન સમિતિમાં શામેલ કરી લેવામાં આવ્યું છે. આ ખોટું છે.’’
ટ્રાયલ માટે આવેલા કેટલાય ખેલાડીઓ દિલ્હીમાં પોતાના ખર્ચે રહે છે. કેમકે સાઇને તેમને બોર્ડિગ સુવિધા આપવાની માનાઇ ફરમાવી છે. કેટલાક ખેલાડીઓ ઇન્દિરા ગાંધી પરિસરમાં પોતાના ખર્ચે રહે છે. ભારતીય જિમ્નાસ્ટ એસી રિપોર્ટ આવ્યા બાદ મુશ્કેલીમાં ઘેરાઇ ગયા હતા કે રમત મંત્રાલયે બુલ્ગારિયામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ટીમને મંજૂરી આપવાથી ના પાડી હતી કેમ કે ભારતીય જિમ્નાસ્ટિક મહાસંઘની માન્યતા પ્રાપ્ત નથી અને રાષ્ટ્રિય રમત સંહિતાના અનુસાર આ સસ્પેન્ડેડ છે.