Asian Games: 43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, મિક્સ્ડ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે.
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે. ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા એશિયાડમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ મેળવ્યા છે જેમાં 9 ગોલ્ડ મેડલ સામેલ છે.
ટેનિસમાં રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેએ જીત્યો ગોલ્ડ
ટેનિસ મિક્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઋતુજા ભોસલેએ ગોલ્ડ મેડલ જીત્યો છે. રોહન બોપન્ના અત્યાર સુધીમાં બેવારના એશિયાડ ચેમ્પિયન છે. તેમણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સમાં મેડલ જીત્યો હતો અને હવે ઋતુજા ભોસલે સાથે મળીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube