નવી દિલ્હીઃ માર્ચની 15 તારીખ 1877ના ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ આમને-સામને હતી. જગયા હતી ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન મેદાન. આ ક્રિકેટના ઈતિહાસનું પ્રથમ સત્તાવાર પાનું કહી શકાય છે. આ મુકાબલાથી ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થઈ રહી હતી. 15-19 માર્ચ સુધી ચાલેલા આ મુકાબલાને ક્રિકેટના પ્રથમ ટેસ્ટ મેચનો દરજ્જો હાસિલ છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 45 રનથી જીતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાની જીતમાં ચાર્લ્સ બૈનરમૈન હીરો રહ્યાં હતા, તેમણે પ્રથમ ઈનિંગના સ્કોર 245માંથી 165 રન બનાવ્યા હતા. આ તેમના ફર્સ્ટ ક્લાસ કરિયરની એકમાત્ર સદી હતી. તે જોર્જ ઉલયટના બોલ પર રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડ પોતાની પ્રથમ ઈનિંગમાં 196 રન બનાવી શક્યું હતું. 


પરંતુ મેચમાં હજુ રોમાંચકતા આવવાની હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ માત્ર 104 રનમાં સમેટાઇ ગઈ હતી. જ્યારે ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 153 રનની જરૂર હતી. પરંતુ ક્રિકેટ લગભગ પ્રથમ મેચથી જ અનિશ્ચિતતાની સપાટી વીંટીને ઉતર્યું હતું. ઈંગ્લેન્ડનો સ્કોર 62/4 હતો પરંતુ ટોમ કેનડિલની સાત વિકેટોની મદદથી ઓસ્ટ્રેલિયાએ મહેમાન ટીમને 108 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. 


આ મેચને શરૂઆતમાં ઓલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્યોરિયા XIનું નામ આપવામાં આવ્યું હતું. બંન્ને ટીમો પોતાની ફુલ સ્ટ્રેન્થ સાથે ન રમી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં ગ્રેસ નહતા. બાકી તો બધુ ઠીક કોઈ વિકેટકીપર પણ ન હતો કારણ કે સરેના ટેડ પૂલીની ન્યૂઝીલેન્ડમાં ગૈમ્બલિંગ સ્કેમમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. કેન્ટમાં જન્મેલા ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનરમૈને એલફર્ડ શોએ ફેંકેલા પ્રથમ બોલનો સામનો કર્યો હતો. તેમણે બીજા બોલ પર રન બનાવ્યો હતો. 


ઓસ્ટ્રેલિયાએ આ મેચ 45 રનથી જીતી હતી. તે પણ સંગોય જ હતો કે આ મેચના 100 વર્ષ પૂરા થવા પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ પણ ઓસ્ટ્રેલિયાએ 45 રનથી જીતી હતી.