નવી દિલ્હીઃ ક્રિકેટ રમવાનું છોડી દે, લોકો તેને ભૂલવા પણ લાગે, પરંતુ તેના દ્વારા બનાવવામાં આવેલ રેકોર્ડને હંમેશા યાદ રાખવામાં આવે છે. આવા જ એક ક્રિકેટર હતા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન અને વિકેટકીપર ઇયાન ડેવિડ સ્ટોકલે સ્મિથ. 28 ફેબ્રુઆરી 1957માં જન્મેલા સ્મિથે પોતાના કેરિયરમાં 63 ટેસ્ટ મેચ અને 98 વનડે મેચ રમી. તેમણે 28 નવેમ્બર 1980ના રોજ ઓસ્ટ્રેડિયા વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. સ્મિથને ન્યૂઝીલેન્ડની ટીમનો શાનદાર વિકેટકીપર ગણવામાં આવતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવમાં નંબરે બેટિંગ કરતા  ફટકારી સદી
1990-91માં તેના કેરિયરનો શાનદાર સમય આવ્યો. ન્યૂઝીલેન્ડની ટીમે ભારત સામે 131 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે મેદાન પર સ્મિથ બેટિંગ કરવા આવ્યો. તેણે 136 બોલમાં 173 રનની ઈનિંગ રમી. તેમણે આ મેચમાં અતુલ વાસનની એક ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. નવમાં નંબરે બેટિંગ કરતા આ સૌથી મોટી પારી હતી. 


એક ઈનિંગમાં ઝડપ્યા 6 કેસ
1990-91માં જ શ્રીલંકા વિરુદ્ધ એક પારીમાં સ્મિથે 6 કેસ ઝડપ્યા. આ શ્રેણી બાદ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. સંન્યાસ બાદ સ્મિથે કોમેન્ટ્રીમાં પોતાનું કેરિયર શરૂ કર્યું અને તેના સહારે વિશ્વનો પ્રવાસ ખેડ્યો. 



ડેબ્યૂ મેચમાં બનાવ્યો હતો માત્ર 1 રન
સ્મિથે ન્યૂઝીલેન્ડ તરફથી 63 ટેસ્ટ મેચોની 88 ઇનિંગમાં 17 વાર અણનમ રહેતા 1815 રન બનાવ્યા હતા. તેમાં બે સદી અને 6 અર્ધસદી સામેલ હતી. 25 નવેમ્બર 1980ના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ મેચમાં માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. તેમણે પોતાની છેલ્લી  વનડે 21 નવેમ્બર 1992ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. 


સ્મિથે 98 વનડેમાં 1065 રન બનાવ્યા, જેમાં બે અર્ધસદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 61 રન હતો. સ્મિથના આંકડાઓ ભલે આકર્ષક ન હોય પરંતુ તેણે નવમાં નંબરે આવીને રમેલી 173 રનની ઈનિંગ ક્રિકેટના ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.