Happy Birthday MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેસ્ટ ફિનિશર્સમાંથી એક છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ આઈપીએલમાં તેઓ હજુ પણ રમતા જોવા મળે છે. આઈપીએલ 2023માં ધોનીનું  બેટ આગ ઓકી રહ્યું હતું તે દુનિયાએ જોયું. સારા સમાચાર એ છેકે, પાંચમીવાર આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ ધોનીએ પોતાના ચાહકો માટે આવતી સિઝનમાં ફરી રમવાનું વચન આપ્યું છે. ધોનીને તમે અનેકવાર પોતાનું બેટ ચાવતા જોયા હશે. બેટ ચાવતા હોય તેવા ફોટા પણ વાયરલ થયા છે. પરંતુ તેઓ આવું કેમ કરે છે તેનું કારણ જાણીને દંગ રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની કેમ ચાવે છે પોતાનું બેટ?
એમ એસ ધોની અનેક અવસરે પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની બેટિંગ પહેલા આવું કેમ કરે છે તે વાતનો ખુલાસો એકવાર ભારતીય દિગ્ગજ સ્પીનર અમિત મિશ્રાએ કર્યો હતો. અમિત મિશ્રાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એમએસ ધોની પોતાના બેટને સાફ રાખવા માટે આવું કરે છે. તેઓ બેટ પરથી ટેપ હટાવવા માટે આમ કરે છે. કારણ કે તેમને તેમનું બેટ સાફ હોય તેવું પસંદ છે. તમે ધોનીના બેટથી એક પણ ટેપ કે દોરો નીકળતો જોયો નહીં હોય. 


In case you’re wondering why Dhoni often ‘eats’ his bat. He does that to remove tape of the bat as he likes his bat to be clean. You won’t see a single piece of tape or thread coming out of MS’s bat.


— Amit Mishra (@MishiAmit) May 8, 2022


4 વાર ચેન્નાઈની ટીમને ચેમ્પિયન બનાવી-
આઈપીએલમાં એમએસ  ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. 2008થી ધોની ટીમનું નેતૃત્વ કરે છે. ત્યારથી લઈને અત્યાર સુધી ચેન્નાઈની ટીમની કમાન તેમના હાથમાં રહી છે. જો કે ગત વર્ષે રવિન્દ્ર જાડેજાને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી જે ચેન્નાઈને ભારે પડી હતી. આવામાં સીઝનની અધવચ્ચે એકવાર ફરીથી ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યા. ચેન્નાઈની ટીમ 2010, 2011, 2018 અને 2021 માં ચેમ્પિયન બનાવવામાં સફળ રહી. 


ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન-
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કર્યું હતું. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને આઈસીસીના 3 ટાઈટલ જીતાડ્યા અને આવું કરનારા તેઓ એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ વર્ષ 2004માં 23 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ધોનીને સપ્ટેમ્બર 2007માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી. તેમણે ભારતને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટી20 વર્લ્ડ  કપ 2007, વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 ખિતાબ જીતાડ્યા. અને આઈપીએલમાં પાંચ ખિતાબ જીતાડનાર કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. જેમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માની બરાબરી કરી છે.