HBD મુદસ્સર નઝરઃ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી હતી સૌથી ધીમી સદી, આજે પણ છે રેકોર્ડ
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી મુદસ્સર નઝર આજે પોતાનો 64મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ક્રિકેટ ઈતિહાસમાં મુદસ્સરે એક એવી સદી ફટકારી, જે આજે પણ એક રેકોર્ડ છે.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં હંમેશા સૌથી ઝડપી સિદ્ધિઓની વાત આપણે હંમેશા કરીએ છીએ, જેમ સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી અડધી સદી, સૌથી ઝડપી વિકેટ પરંતુ મુદસ્સરને સૌથી ધીમી સદી માટે યાદ કરવામાં આવે છે. તેમણે 1977માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ધીમી સદીની ઈનિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નઝરે આ ધીમી ઈનિંગ પોતાના ઘરેલૂ મેદાન ગદ્દાફી સ્ટેડિયમ (લાહોર)માં પોતાના નામે કરી હતી.
સૌથી લાંબી ઈનિંગ, આજે પણ રેકોર્ડ
આ મેચમાં ઓપનર તરીકે ઉતરેલા મુદસ્સર નઝરે 591 મિનિટનો સમય ક્રિઝ પર પસાર કર્યો હતો. તેમણે 557 મિનિટ બેટિંગ કર્યા બાદ પોતાની સદી પૂરી કરી હતી. 114 રનની આ ઈનિંગમાં તેમણે 449 બોલનો સામનો કર્યો હતો. સૌથી ધીમી સદીના મામલામાં આજે પણ આ વર્લ્ડ રેકોર્ડ છે. પરંતુ આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube