માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો બર્થડે, આવ્યું અભિનંદન સંદેશાઓનું પૂર, જાણો કોણે શું કહ્યું
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બુધવારે 46 વર્ષના થઈ ગયા છે. તેમના ફેન્સ, સાથી ક્રિકેટર વગેરે તરફથી અભિનંદનના સંદેશાઓ આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બુધવારે 46 વર્ષના થઈ ગયા છે. પોતાના 24 વર્ષના ક્રિકેટ કરિયરમાં સચિને ઘણી સિદ્ધિ મેળવી છે. તેમાંથી કેટલિક તો અત્યાર સુધી મોટા ક્રિકેટરો પણ મેળવી શક્યા નથી અને બની શકે કે ત્યાં સુધી પહોંચી પણ ન શકે. ક્રિકેટ માટે લોકોના દિલમાં પ્રેમ જગાવનાર સચિનના જન્મદિવસ પર તેમને ઘણી શુભકામનાઓ મળી છે. પોતાના ફેન્સ, સાથી ક્રિકેટર વગેગે તરફથી સતત શુભેચ્છાના સંદેશા આવી રહ્યાં છે.
શુભેચ્છા સંદેશામાં કોઈ તેમના દ્વારા આપવામાં આવેલી સલાહ યાદ કરી રહ્યું છે તો કોઈ લખી રહ્યું છે કે, સચિને ક્રિકેટને પ્રખ્યાત કરી દીધું. પોતાના જુદા અંદાજ માટે જાણીતા ક્રિકેટર સેહવાગે લખ્યું, સચિનનો 46મો જન્મદિવસ મને 4 6 ની યાદ અપાવે છે જે તે બેટિંગ દરમિયાન લગાવતા હતા.
તો હરભજન સિંહે લખ્યું, હેપ્પી બર્થડે પાજી, તે વ્યક્તિ જે શાનદાર ક્રિકેટર પહેલા શાનદાર વ્યક્તિ છે. પાજી વૂ લય યૂ.
વીવીએસ લક્ષ્મણે સચિનની સાથે પોતાની એક તસ્વીર શેર કરતા લખ્યું, શાનદાર ક્રિકેટર અને મનુષ્યને જન્મદિવસની શુભેચ્છા, જેણે અમને અને ક્રિકેટ પ્રેમિઓને ઘણી યાદગાર ક્ષણ આપી. તે હંમેશા લોકોના હીરો અને પ્રેરણા સ્ત્રોત રહેશે.
આ સિવાય આઈપીએલ ટીમો (કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, અને ચેન્નઈ સુપર કિંગ્સ)એ પણ સચિનને શુભકામનાઓ આપી હતી.