નવી દિલ્હીઃ વીરેન્દ્ર સહેવાગ અને શિખર ધવન તથા ખેલ જગતના અન્ય સિતારાઓએ રવિવારે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભકામનાઓ આપી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો ડેવિડ વોર્નર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે પણ દિવાળીની શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સહેવાહે ટ્વીટર પર લખ્યું, 'તમારો માર્ગ હંમેશા રોચક અને રોમાંચક બન્યો રહે? અને તમારા જીવનમાં હંમેશા ખુશિઓ, પ્રેમ અને પ્રકાશ બન્યો રહે. તમે તમારી દિવાળી ધૂમ ધામથી ઉજવો.'



તો ધવને લખ્યું, 'દિવાળી તમારા અને તમારા પરિવારના જીવનમાં પ્રકાશ, શાંતિ, સંપન્નતા અને ખુશી લઈને આવે. તમને બધાને દિવાળીની શુભેચ્છા.'



ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. શાસ્ત્રીએ લખ્યું, 'તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની શુભેચ્છા. આ દિવાળી તમારા માટે સંપન્નતા લઈને આવે. આ અવસર પર તે લોકોના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કરીએ જેને તેની જરૂર છે.'



રવિવારે પોતાનો 33મો જન્મદિવસ મનારી રહેલ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે. વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ટેગ કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'બધાને દિવાળીની શુભકામનાઓ.'



ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે પણ ટ્વીટર પર દિવાળીની શુભેચ્છા આપી છે.