વિશાખાપટ્ટનમઃ ચેન્નઈ સુપર કિંગ્સના બોલર હરભજન સિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 150 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. શુક્રવારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેણે શેમરોન રદરફોર્ડની વિકેટ ઝડપતા આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આ સિઝનમાં હરભજનનો પાવરપ્લેમાં ઉપયોગ કર્યો છે અને આ દિગ્ગજ ઓફ સ્પિનરે મોટા ભાગે પોતાના કેપ્ટનને નિરાશ કર્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરભજને પોતાની 159મી મેચમાં આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. તે આઈપીએલમાં 150 વિકેટ ઝડપનાર ચોથો બોલર છે. આ સિઝનમાં તેણે 16 વિકેટ ઝડપી છે. હરભજન પહેલા અમિત મિશ્રા 156 અને પીયૂષ ચાવલા 150 વિકેટ ઝડપી ચુક્યા છે. આમ તો આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોના લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનો લસિથ મલિંગા 169 વિકેટની સાથે ટોપ પર છે. 


આ મેચ પહેલા હરભજનના નામે 148 વિકેટ હતી. તેણે પહેલા શિખર ધવનની વિકેટ ઝડપી ત્યારબાદ રદરફોર્ડને આઉટ કર્યો હતો. પોતાના આઈપીએલ કરિયરમાં હરભજન સિંહ સતત 10 વર્ષ સુધી મુંબઈ માટે રમ્યો હતો. મુંબઈ માટે તેણે 136 મેચોમાં ભજ્જીએ 127 વિકેટ પોતાના નામે કરી હતી. 


છેલ્લી બે સિઝનથી ચેન્નઈ માટે રમી રહેલા ઓ ઓફ સ્પિનરે અત્યાર સુધી આ ટીમ માટે 23 મેચમાં 23 શિકાર કર્યાં છે. ગત સિઝનમાં ચેન્નઈ માટે માત્ર 13 મેચ રમનાર ભજ્જીએ માત્ર 7 વિકેટ પોતાના નામે કરી હતી. પરંતુ આ સિઝનમાં સીએસકે માટે તેની 10મી મેચ હતી અને તે અત્યાર સુધી 16 વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે.