નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી એંડ્રૂ સાયમન્ડસે હરભજન સિંહની સાથે ચર્ચિત મંકી ગેટ મામલાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, ચાર વર્ષ બાદ અમે બંન્ને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની સાથે રમ્યા અને હરભજન મારી માફી માંગતા ભાવુક થઈ ગયો હતો. 2007-2008મા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી આ દરમિયાન ભજ્જી અને સાયમન્ડ્સ વચ્ચે વિવાદ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયમન્ડસે એક ડોન્યુમેન્ટ્રી ફિલ્મમાં કહ્યું કે, 2011મા અમે બંન્ને મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સાથે રમ્યા અને હરભજન માફી માગવાની પહેલ કરી અને તે ઘણો ભાવુક થઈ ગયો હતો, તેનો મારા પર પ્રભાવ પડ્યો હતો. કાંગારૂ ખેલાડીએ જણાવ્યું કે, અમે એકવાર કોઈ વ્યક્તિના ઘર પર જમવા માટે ગયા ત્યાકે હરભજને કહ્યું હતું કે, સિડની ટેસ્ટમાં મેં જે કર્યું તે માટે માફી માગુ છું. તમને કે તમારા પરિવારને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહતો. ત્યારબાદ તે ભાંગી પડ્યો અને ભાવુક થઈ ગયો હતો. અમે બંન્નેએ હેન્ડસેક કર્યા અને મેં તેને ગળે લગાવ્યો હતો. 



વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય બની પીવી સિંધુ, ઓકુહારાને હરાવી બની ચેમ્પિયન


ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2018મા હરભજન પર સાયમન્ડસે વાંદરો કહેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને જાતિવાદી કોમેન્ટ માનતા ખુબ હંગામો થયો હતો. મામલો આઈસીસી પાસે પહોંચ્યો હતો અને તેમાં કેટલાક લોકોને સાક્ષી બનાવીને સુનાવણી થઈ હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા બંન્ને ખેલાડીઓના સંબંધોમાં ખટાસ જોવા ન મળી. હરભજને ન્યૂઝ ક્રોપ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જે થઈ ગયું તે ભૂતકાળ છે અને અમે બંન્ને મિત્રો છીએ. અમે મુંબઈ ઈન્ડિયન્સ માટે એકસાથે રમ્યા છીએ. 


ઉલ્લેખનીય છે કે, તોફાની બેટિંગ સિવાય એંડ્રૂ સાયમન્ડસે સ્પિન અને મધ્યમ ઝડપી ગતિની બોલિંગ કરવામાં મહારથ હાસિલ કરી હતી.