નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh) એ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ક્રિકેટ છોડ્યા બાદ હરભજન સિંહ (Harbhajan Singh) ખુલીને સામે આવ્યા છે અને તેમણે એક પછી જોરદાર ખુલાસા કરવામાં આવ્યા છે. હરભજન સિંહે (Harbhajan Singh) પૂર્વ કેપ્ટન મહિંદ્ર સિંહ ધોની (MS Dhoni) પર ગંભીર આરોપ લગાવ્યો છે. હરભજન સિંહ (Harbhajan Singh) ના અનુસાર તેમને કોઇ કારણ જણાવ્યા ટીમ ઇન્ડીયા (Team India) સાથે બહાર કરવામાં આવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સન્યાસ પછી હરભજને કર્યા ખુલાસા
વર્લ્ડ કપ 2011 પછી હરભજનસિંહ માત્ર 10 વન ડે અને 10 ટેસ્ટ મેચ રમ્યો છ. હરભજનસિંહને 2013 ચેમ્પિયનિસ ટ્રોફિ એને 2015માં વર્લ્ડ કપ માટે પણ ટીમમાં લેવામાં આવ્યા ન હતા. મહેન્દ્રસિંહ ધોનીના કારણે ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી થઈ. રવિચંદ્રન અશ્વિનના આગમનથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી હરભજનસિંહનું પત્તુ કપાયું. સન્યાસ પછી હરભજને પોતાની ભડાસ કાઢી છે.

માર્કેટમાં ધમાલ મચાવવા આવી ગયું Redmi નું 50-ઇંચનું ધાંસૂ Smart TV, ઓછી કિંમતમાં ઘરે માણો થિયેટર જેવી મજા


ધોની પર લગાવ્યા આ મોટા આરોપ
હરભજનસિંહે કહ્યું, '400 વિકેટવાળા કોઈ ખેલાડીને કેવી રીતે આઉટ કરવામાં આવી શકે છે? તે એક રહસ્યમય કહાની છે જે હજુ સુધી સામે નથી આવી. મને હજુ પણ આશ્ચર્ય થાય છે કે, ‘ખરેખરમાં શું થયું હતું? મારા ટીમમાં રહેવાથી કોણે તકલીફ હતી? હરભજનસિંહે ખુલાસો કરતા કહ્યું છે કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ને તેમની આ સ્થિતિનું કારણ પુછવાની કોશીશ કરી હતી પરતું કોઈ જવાબ મળ્યો ન હતો. જ્યારે હરભજનને અહેસાસ થયો કે જવાબ માગવાનો કોઈ મતલબ નથી તો પછી હરભજને કારણ પુછવાનું બંધ કરી દીધુ.


હરભજનસિંહે ફ્નેસને આપ્યો મોટો ઝટકો
હરભજનસિંહે વર્ષ 1998માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી પોતાના કરિયરની શરૂઆત કરી. તે પછી એ જ વર્ષમાં ન્યૂઝીલેન્ડ સામે હરભજનસિંહે વનડેમાં ડેબ્યૂ કર્યુ હતું. વર્ષ 2006માં સાઉથ આફ્રીકા સામે હરભજનસિંહે પોતાની T-20માં ડેબ્યૂ કર્યું. હરભજનસિંહ 2016માં પણ ટીમ ઈન્ડામાંથી બહાર હતા. ખબરોની માનીયેતો તે IPL ની કોઈ ફ્રેન્ચાઈઝીના સપોર્ટ સ્ટાફ અથવા કોચ બની શકે છે.  હરભજન મેઘા ઓક્શનમાં પણ કોઈ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Hardik Pandya એ સિલેક્ટ કરી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ Playing 11, આ ભારતીય દિગ્ગજને આપી કેપ્ટનશિપ


16 વર્ષ સુધી હરભજનનો જલવો રહ્યો
હરભજનસિંહે ભારતીય ટીમ માટે 103 ટેસ્ટ મેચ, 236 વનડે મેચ અને 28 T-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ક્રિકેટમાં તેમણે 417 વિકેટ લીધી હતી. વન ડેમાં તેમના નામ પર 269 વિકેટ નોંધાયેલી છે.


કોલકત્તામાં હેટ્રિક લીધી ઐતિહાસિક જીત અપાવી
હરભજનસિંહની ગણતરી દિગ્ગજ ઓફ સ્પિનરોમાં થાય છે. હરભજને પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી મેચ જીતાડી છે. તેમને ઓસ્ટ્રેલિયાની સામે 2001માં કોલકાતા સામે ઈડન ગાર્જન્સમાં રમવામાં આવેલા ઐતિહાસિક ટેસ્ટ મેચમાં હેટ્રીક પણ લીધી હતી. હરભજન તે સમયે માત્ર 21 વર્ષના હતા. તે મેચ પછી હરભજન ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ગયા. લેગ સ્પિનર અનિલ કુંબલેની સાથેની તેમની જોડીએ ટીમ ઈન્ડિયાને ઘણી ઐતિહાસિક જીત અપાવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube