ખેલ રત્ન એવોર્ડ માટે અરજી રદ્દ થતાં પંજાબ સરકાર પર હરભજન થયો ગુસ્સે
હરભજન સિંહે કહ્યું કે, તેને આશા હતી કે આ વખતે રાજીવ ગાંધી ખેલ રત્ન મળશે પરંતુ અરજી રદ્દ થવાથી તેને નિરાશા થઈ છે. એવોર્ડ આપનારી સમિતિની પાસે ઘણા દિગ્ગજોના નામ છે.
નવી દિલ્હીઃ રમત મંત્રાલયે ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહની અરજી રદ્દ કરી દીધી છે. હરભજન સિંહનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મોકલવામાં આવ્યું હતું. ખેલ રત્નને લઈને પંજાબ સરકાર તરફથી મોકલવામાં આવેલા પોતાનું નામ રદ્દ થવા પર હરભજન સિંહે પંજાબ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
હરભજન સિંહે યૂટ્યૂબ પર વીડિયો જારી કરીને કહ્યું કે, તેણે 20 માર્ચે જ પોતાની અરજી તમામ દસ્તાવેજોની સાથે પંજાબ સરકારને મોકલી દીધી હતી, પરંતુ આ અરજી રિજેક્ટ થઈ ગઈ અને કહેવામાં આવ્યું કે, નિર્ધારિત સમય બાદ અરજી મોકલવાને કારણે આમ થયું થે તો તેવામાં પંજાબ સરકાર તેની તપાસ કરાવે કે આ અરજી મોકલવામાં ક્યાં મોડું થયું છે.
હરભજન સિંહે કહ્યું કે, તેને આશા હતી કે આ વખતે રાજીવ ગાંધી ખેલ રત્ન મળશે પરંતુ અરજી રદ્દ થવાથી તેને નિરાશા થઈ છે. એવોર્ડ આપનારી સમિતિની પાસે ઘણા દિગ્ગજોના નામ છે. જેને સમિતિની પાસે મોકલવામાં આવ્યા નથી. તેવું જાણવા મળી રહ્યું છે કે હરભજન સિંહનું નામ પંજાબ સરકારે 25 જૂને મોકલ્યું હતું, જ્યારે નામ મોકલવાની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી.
એશિઝ 2019: ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા- વિશ્વ કપ જીત બાદ એશિઝ ટ્રોફી પર ઈંગ્લેન્ડની નજર
હરભજન સિંહ સિવાય સ્ટાર સ્પ્રિંટર દુતી ચંદને આ વર્ષે અર્જુન એવોર્ડ મળી શકશે નહીં. તેવું જાણવા મળ્યું છે કે તેના નામની ભલામણ કરવામાં આવી નથી. તો હરભજન સિંહનું ખેલ રત્નનું સપનું આ વર્ષે પણ અધુરૂ રહી ગયું, કારણ કે રમત મંત્રાલય દ્વારા હરભજન સિંહની અરજીને રદ્દ કરી દેવામાં આવી છે.