એડિલેડઃ શરમજનક પ્રદર્શનથી ખુબ દુખી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યુ કે, તેની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં મનોબળ તોડનારી હારને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. કોહલીએ પોતાની ટીમના ન્યૂનતમ સ્કોર માટે બેટ્સમેનોને દોષ આવ્યો, જેણે કોઈ પ્રકારનો જુસ્સો ન દેખાડ્યો. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં પોતાના ન્યૂનતમ સ્કોર 36 રન પર આઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ આઠ વિકેટથી જીતી ચાર મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ મેચ બાદ કહ્યુ, 'ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખુબ મુશ્કેલ છે. અમારી પાસે 60 રન જેટલી લીડ હતી અને ત્યારબાદ અમારી ઈનિંગ ધરાશાયી થઈ. તમે બે દિવસ સુધી આકરી મહેનત કરી ખુદને સારી સ્થિતિમાં રાખો છો અને અચાનક એક કલાકમાં સ્થિતિ બદલી જાય છે અને પછી જીત અસંભવ બની જાય છે.' તેણે કહ્યું, 'મને લાગે છે કે અમારે આજે થોડો જુસ્સો દેખાડવાની જરૂર હતી. અમારા ઇરાદા વ્યક્ત કરવાના હતા. તેણે (ઓસ્ટ્રેલિયાના બોલરોએ) પ્રથમ ઈનિંગમાં પણ આ ક્ષેત્રમાં બોલિંગ કરી હતી પરંતુ ત્યારે અમારી માનસિકતા રન બનાવવાની હતી.'


આ પણ વાંચોઃ AUS vs IND: એડિલેડમાં શરમજનક રેકોર્ડ, જાણો ટેસ્ટ, વનડે અને ટી20માં શું છે ભારતનો સૌથી ઓછો સ્કોર?  


કોહલીએ કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાના બોલરોએ કેટલાક સારા બોલ ફેંક્યા પરંતુ તેણે પ્રથમ ઈનિંગની તુલનામાં કંઈ ખાસ નથી કર્યુ. તેમણે કહ્યુ, મારૂ માનવુ છે કે આ માનસિકતા હતા. આ સ્પષ્ટ હતું. એમ લાગી રહ્યું હતું કે રન બનાવવા ખુબ મુશ્કેલ છે અને બોલરોનો આત્મવિશ્વાસ વધી ગયો. આ જુસ્સાની કમી અને ઓસ્ટ્રેલિયન બોલરોનું યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરવાનું સંયોજન હતું. કોહલી હવે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરશે. તેના સ્થાને બાકી ત્રણ ટેસ્ટ મેચોમાં અંજ્કિય રહાણે ટીમની આગેવાની કરશે. 


આ પણ વાંચો- વિરાટ, ટીમ ઈન્ડિયા, 19 ડિસેમ્બરનો ગજબ સંયોગઃ ત્યારે ખુશી આજે શરમજનક રેકોર્ડ


કોહલીએ કહ્યુ, 'ચોક્કસ પણે તમે ટીમના પ્રત્યે પ્રતિબદ્ધ હોવા ઈચ્છો છો. સારૂ પરિણામ ખરેખર સારૂ હોત. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખેલાડી બોક્સિંગ ડે ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે.' બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી રમાશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને કહ્યુ કે, તેને વિશ્વાસ નહતો કે ભારતની ટીમ આ રીતે ધરાશાયી થશે. પેનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પેને કહ્યુ, ખરેખર આમ વિચાર્યું નહતું. મેં સવારે મીડિયાને કહ્યુ હતું કે ટીમની પાસે એવું બોલિંગ આક્રમણ છે જે જલદી વિકેટ કાઢી શકે છે. આવી આશા નહતી કે તેની ઈનિંગ આટલી જલદી સમાપ્ત થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર