ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેમના આક્રમક અંદાજ માટે જાણીતા છે. તેઓ મેદાન પર સ્ફૂર્તિ માટે પણ એટલા જ ફેમસ છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી. હવે સોશિયલ મીડિયા પર હાલ હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કઈક કહેતા જોવા મળે છે. ટ્વિટર પર ફેન્સ એવો દાવો કરે છે કે હાર્દિક પંડ્યા આ વીડિયોમાં રોહિત શર્માને ગાળ બોલી રહ્યા છે. આવો જાણીએ વીડિયોની શું છે હકીકત...


આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
ભારતે બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ હાર્દિક પંડ્યાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અવાજ અને ગાળો બરાબર સંભળાતી નથી પરંતુ ફેન્સનો એવો દાવો છે કે વીડિયોમાં અવાજ હાર્દિક પંડ્યાનો છે. વીડિયો ફક્ત 10થી 15 સેકન્ડનો છે. ટ્વિટર પર (#HardikAbusedRohit, #HardikPandya) હેશટેગ પણ ચાલી રહ્યા છે. હાર્દિક પંડ્યાને ફેન્સે ઘમંડી પણ ગણાવ્યા છે. આ વીડિયોમાં ફિલ્ડિંગને લઈને વાત થઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube