ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20I સિરીઝમાં થશે મોટા ફેરફાર, આ સ્ટાર ખેલાડીઓને કરાશે બહાર
આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ પસંદગીકારો ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે શરૂ થનારી ટી20 સિરીઝમાં અનેક ખેલાડીઓને બહાર કરી શકે છે.
નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની સમાપ્તિ બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની સાથે ઘર પર ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે રોહિત શર્માને ભારતીય ટીમની કમાન સોંપવાની આશા છે તો ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. તેને લઈને આગામી દિવસોમાં બીસીસીઆઈ અને પસંદગી સમિતિની બેઠક થવાની છે. આ બેઠકમાં કેટલાક સીનિયર ખેલાડીને બહાર કરવામાં આવી શકે છે. ટી20 વિશ્વકપમાં ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાનું બહાર થવું નક્કી છે.
આ ખેલાડીઓની જગ્યાએ આઈપીએલમાં ઓરેન્જ કેપ હોલ્ડર (સૌથી વધુ રન બનાવનાર) ઋતુરાજ ગાયકવાડ, ફાસ્ટ બોલર આવેશ ખાન અને યુજવેન્દ્ર ચહલને તક મળી શકે છે. તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે છે. પંડ્યાના વિકલ્પ તરીકે વેંકટેશ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી20 વિશ્વકપ 2022માં લગભગ 11 મહિના બાકી છે અને આ વર્ષ (2021) માં ભારતીય ટીમે કોઈ વનડે સિરીઝ પણ રમવાની નથી.
આ પણ વાંચોઃ રોહિત-રાહુલનું સપનું તોડી આ ખેલાડી બનશે નવો કેપ્ટન, રાખે છે એમએસ ધોની જેવો દમ!
આગામી ટી20 વિશ્વકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પિચોને ધ્યાનમાં રાખતા જમ્મુ-કાસ્મીરના ફાસ્ટ બોલર ઉરમાન મલિના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, દીપક ચાહર ટી20 સિરીઝ માટે વાપસી કરી શકે છે, જ્યારે શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ઉમેશ યાદવ ટેસ્ટ ટીમમાં વાપસી કરવા તૈયાર છે.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ એક-બે દિવસમાં રાષ્ટ્રીય પસંદગીકારો સાથે ઓનલાઇન બેઠક કરશે, જેમાં ટીમના નેતૃત્વના મુદ્દા પર ચર્ચા થશે. રોહિત જેવા ખેલાડી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં આરામ કરી શકે છે. જે ખેલાડીને ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવશે તે ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશે. તો વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube