Hardik Pandya Viral Video: ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ડિવોર્સની અટકળોને લઈને ચર્ચામાં છે. હાર્દિકે 2020માં સર્બિયાની મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. હાર્દિક આમ તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે જ. પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપને કારણે ભારે હંગામો થયો અને હવે આઈપીએલમાંથી મુંબઈ બહાર થતા હાર્દિકનું અંગત જીવન ચર્ચાને ચગડોળે ચડ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો જો હાર્દિક અને નતાશા અલગ થાય તો હાર્દિકે નતાશાને 70 ટકા પ્રોપર્ટી આપવી પડે. 


હાર્દિકનો જૂનો વીડિયો વાયરલ
જો કે હજુ આ મુદ્દે કોઈ જ સત્તાવાર માહિતી સામે આવી નથી . પરંતુ જે રીતે ડિવોર્સની અટકળો થઈ રહી છે તે વચ્ચે હાલ હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૌરવ કપૂર સાથે વાત કરી રહ્યો છે. હાર્દિક આ વીડિયોમાં કહેતો જણાય છે કે તેણે બધુ તેના માતાના નામ પર કરી રાખ્યું છે. હાર્દિક વીડિયોમાં કહે છે કે બધુ મમ્મીના નામ પર છે. કારથી લઈને ઘર સુધી બધુ. મારો ભરોસો નથી. હું મારા નામે કશું નહીં લઉ. મારે આગળ જઈને 50 ટકા કોઈ બીજાને આપવા નથી. મને ખુબ ખટકશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube