નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ક્રિકેટ બંધ રહેવાથી આખો સમય તેના ઘર પર જ પસાર કરી રહ્યો છે. આ સમયનો ઉપયોગ પંડ્યા તેના તમામ શોખ પુરા કરવામાં કરી રહ્યો છે. ક્યારેક તે તેના ભાઈ ક્રૃણાલ પંડ્યા (Krunal Pandya) સાથે ભેગા મળીને ગીતો ગાય છે તો ક્યારેક પંડ્યા હાઉસની રાત મ્યૂઝિકના ધમાલમાં પસાર થયા છે. આ દરમિયાન પંડ્યાએ સોમવાર રાતે તેના ઘરના કિચનની જવાબદારી સંભાળી હતી. પછી શું શેફ બનેલા હાર્દિક પંડ્યાએ એક એવી શાનદાર ડીશ બનાવી, જેની તેના ભાભી પંખુરી શર્મા (Pankhuri Sharma)એ પણ પ્રશંસા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બાંગ્લાદેશનાં 3, પાકિસ્તાનનાં 3 ક્રિકેટર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ


પંડ્યાએ બનાવું ચીઝ બટર મસાલા
હાર્દિક પંડ્યાએ શેફ તરીકે કિચનની જવાબદારી સંભાળતા ચીઝ બટર મસાલા બનાવી તમામને જમાડ્યા. હાર્દિક પંડ્યાએ આ ડીશ બનાવતા તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે ખાવાનું બનાવતો ફોટો શેર કરવાની શાથે જ તેને બનાવેલા ચીઝ બટર મસાલાનો ફોટો ચાહકોને શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, કંઇક નવું શીખવામાં પોતાનો હાથ અજમાવવા માટે મોડુ નથી થયું. પંડ્યા હાઉસમાં શેરની ડ્યૂટી. ડીશ બનાવી રહ્યો છું. ડીશ છે ચીઝ બટર મસાલા. આ ફોટા પર પંખુરી ભાભીએ લખ્યું બેસ્ટ. આ ફોટોને પંડ્યાના ચાહકોએ લાઇક કર્યો છે. તેને અંદાજ 10 લાખથી વધારે લાઇક આવવાથી આવે છે.


બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો બન્યા કોરોનાનો શિકારઃ રિપોર્ટ


શિખર ધવને પણ કરી પ્રશંસા
પંડ્યાની બનાવેલી ડીશનો ફોટો જોઈ તેની ટીમના સાથી અને ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બરે પણ પ્રશંસા કરી હતી. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)એ હાસ્યવાળું ઇમોજી શેર કરતા લખ્યું, બરાબર ભાઈ તે જ બનાવ્યું હશે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલે પણ પ્રશંસનીય ઇમોજી પંડ્યાના ફોટા પર શેર કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube