IPL 2022: BCCI એ અમદાવાદ ટીમને આપી મંજૂરી, આ ખેલાડી બની શકે છે કેપ્ટન
અમદાવાદ ટીમ સીવીસી ગ્રુપે કુલ 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે લખનઉ ટીમને આરપી-સંજીવ ગોયનકા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે બંને ટીમોને લેટર ઓફ ઇન્ટેન્ટ મળી ગયો છે, તે જલદી પોતાના ત્રણ-ત્રણ ખેલાડીનું લિસ્ટ સોંપી શકે છે.
મુંબઈઃ IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તમામ વિવાદો વચ્ચે અમદાવાદ ટીમને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ સોમવારે અમદાવાદને લેટર ઓફ ઇન્ટેન્ટ સોંપ્યો, ત્યારબાદ હવે મેગા ઓક્શનનો માર્ગ મોકળો બની ગયો છે.
આ વખતે આઈપીએલમાં બે નવી ટીમ સામેલ થઈ રહી છે, જેમાં લખનઉ અને અમદાવાદ સામેલ છે. લખનઉની સાથે કોઈ સમસ્યા નહોતી, પરંતુ અમદાવાદની ટીમને ખરીદનાર સીવીસી ગ્રુપના સટ્ટા લગાવનાર કંપનીઓ સાથે સંબંધ હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ એક કમિટીની રચના કરી હતી, જેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
અમદાવાદ ટીમ સીવીસી ગ્રુપે કુલ 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે લખનઉ ટીમને આરપી-સંજીવ ગોયનકા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે બંને ટીમોને લેટર ઓફ ઇન્ટેન્ટ મળી ગયો છે, તે જલદી પોતાના ત્રણ-ત્રણ ખેલાડીનું લિસ્ટ સોંપી શકે છે.
આ પણ વાંચોઃ Virat Kohli PC Highlights: કેપટાઉન ટેસ્ટ પહેલા ભારતને લાગ્યો ઝટકો, આ સ્ટાર ફાસ્ટ બોલર થયો બહાર
કોણ બનશે નવી ટીમનો કેપ્ટન?
માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સમાંથી રિલીઝ થયેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમની કમાન મળી શકે છે. હાર્દિક પંડ્યા ખરાબ ફોર્મમાં છે, અને ભારતીય ટીમમાંથી તેને પડતો મુકી દેવામાં આવ્યો છે. તે હાલ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા પહેલા શ્રેયસ અય્યરને પણ અમદાવાદ ટીમની કમાન મળવાની ચર્ચા હતી. પરંતુ હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
પૂર્વ ક્રિકેટર આશીષ નહેરા ટીમનો મુખ્ય કોચ બની શકે છે. ભારતને 2011નો વિશ્વકપ જીતાડનાર ગુરૂ ગેરી કર્સ્ટન મેન્ટોર તરીકે અમદાવાદ ટીમ સાથે જોડાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube