Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયા છે. પરંતુ આ મામલે કપલે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી ન છૂટાછેડાના સમાચાર કન્ફર્મ કર્યાં છે. આ વચ્ચે હવે નેટિઝન્સ દાવો કરી રહ્યાં છે કે હાર્દિક અને નતાશાએ ઈરાદાપૂર્વક છૂટાછેડાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. આ હાર્દિકની પીઆર સ્ટ્રેટેજીનો ભાગ છે, જેના દ્વારા તે સહાનુભુતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં રી-એડિટ પર એક યૂઝરે લાંબી પોસ્ટ કરતા દાવો કર્યો કે હાર્દિક અને નતાશા છૂટાછેડા લઈ રહ્યાં નથી. પોસ્ટમાં લખ્યું- મેં નજીકના સૂત્રોથી સાંભળ્યું છે કે હાર્દિક અને નતાશા ઓપન અરેન્જ મેરેજમાં છે. તે બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા અને ઈંગ્લેન્ડમાં ભારતના વિશ્વકપ બાદ ઓગસ્ટ 2019- નવેમ્બર 2019 વચ્ચે સંબંધ બન્યો.


પત્ની નતાશાને પૈસા આપવા ગુજરાત છોડી મુંબઈમાં ગયો હતો હાર્દિક? ચોંકાવનારો રિપોર્ટ


હાર્દિક અને નતાશાએ ખુદ ફેલાવી છૂટાછેડાની અફવા?
યૂઝરે આગળ દાવો કરતા લખ્યું- છૂટાછેડાની અચાનક ફેલાયેલી અફવા પણ આપસી સહમતિનો નિર્ણય છે. છૂટાછેડા થઈ રહ્યાં નથી પરંતુ આઈપીએલ વિવાદ અને ફ્લોપ શો બાદ સહાનુભૂતિ હાસિલ કરવા માટે હાર્દિકની પીઆર સ્ટ્રેટેજી હેઠળ આ અફવા ફેલાવવામાં આવી છે. તમે આશા કરી શકો છો કે બંને જલ્દી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કરશે અને આ અફવાને સંપૂર્ણ રીતે નકારશે, જેને ખુબ ફેલાવી છે. 


હવે રી-એડિટ પર વાયરલ પોસ્ટ બાદ ઘણા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પરંતુ આ દાવામાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ ઝી 24 કલાક કરતું નથી.