Hardik Pandya Fan, IPL 2022: હાર્દિક પંડ્યાની અડધી સદીએ છીનવી લીધી આ ફેનની નોકરી? ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ
Hardik Pandya Fan, IPL 2022: ગુજરાત ટાઈટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 42 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં હાર્દિકે 4 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. હાર્દિક પાંડ્યાએ અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં બેનર દેખાડનાર વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
નવી દિલ્હી: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના એક ફેન્સને લઈને મીડિયામાં જોરજાર ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિકના એક ફેન્સ ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પ્રશંસકે હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ એક મેચમાં અજીબોગરીબ બેનરને લઈને આવ્યો હતો. જોકે, 11 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક ફેન એક વિચિત્ર બેનર દેખાડી રહ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જો હાર્દિક આજે 50 રન બનાવશે તો, હું મારી નોકરી છોડી દઈશ' મઝાની વાત એ છે કે આ મેચમાં હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે આ વ્યક્તિ
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 42 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં હાર્દિકે 4 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. હાર્દિક પાંડ્યાએ અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં બેનર દેખાડનાર વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. અન્ય પ્રશંસકો હવે આ વ્યક્તિને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવે ફેન્સ વાત કરી રહ્યા છે કે આખરે આ બેનર દેખાડનાર વ્યક્તિ કોણ છે? શું તેની નોકરી છોડી દીધી છે?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube