એરપોર્ટ પર કરોડોની ઘડિયાળો જપ્ત થવાની ખબર વાયરલ થતા હાર્દિક પંડ્યાએ આપ્યું રિએક્શન, જાણો શું કહ્યું?
આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત પાછા ફર્યો ત્યારે એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ક્રિકેટર હાર્દિક પંડ્યા પાસેથી બે ઘડિયાળો જપ્ત કરી હોવાના ખબર વાયરલ થઈ ગયા. આ ઘડિયાળો સ્વિસ કંપની Patek Philippe ની છે. પંડ્યા દુબઈમાં ટી20 વર્લ્ડ કપ રમીને દુબઈથી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે આરોપો પર હાર્દિક પંડ્યાએ પોતાની ચૂપ્પી તોડી છે અને ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે.
શું કહેવું છે હાર્દિક પંડ્યાનું
આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube