Hardik Pandya: IPL હવે તેના અંતિમ રોમાચંક તબક્કામાં પ્રવેશી ગઈ છે. ગઈકાલે (ગુરુવાર) ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યા રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ મળેલી કારમી હાર બાદ પોતાની ટીમના જ ખેલાડીઓ પર ભડક્યા છે. અને સ્વભાવિક છે કે ગઈકાલનું પ્રદર્શન જોતા કોઈ પણ ટીમના કેપ્ટન પોતાના ખેલાડીઓ પર ગુસ્સે થાય. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી IPL મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગ્લોરથી મળેલી હાર પાછળ આ હતું મોટું કારણ
હાર્દિક પાંડ્યાએ મેચ બાદ પોતાની ટીમનું હારનું કારણ જણાવતા કહ્યું હતું કે, અમે આખરે 10 રન પાછળ રહી ગયા. ગ્લેન મેક્સવેલે પોતાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી. અમે યોગ્ય રસ્તા પર હતા, પરંતુ સળંગ બે વિકેટ ગુમાવ્યા બાદ લય તૂટી. આનાથી અમને એક વસ્તુ શીખવા મળે છે કે પ્લેઓફમાં સળંગ વિકેટ ગુમાવવાની નથી.


ગુજરાતની હાર પર ભડક્યા હાર્દિક પાંડ્યા
ગુજરાત ટાઈટન્સની ટીમ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ મળેલી કારમી હાર બાદ જણાવ્યું હતું કે, અમારી ટીમ 10 રન પાછળ રહી હતી.


આરસીબીને હવે દિલ્હીની હારની દુઓ કરવી પડશે
હાર્દિક પાંડ્યાએ કહ્યું, રન બનાવીને હંમેશાં બધાને સારું લાગે છે. ખેલાડીઓની વચ્ચે સારો તાલમેલ છે અને આ મેચ અમારા માટે એક બોધપાઠ સમાન રહી. આરસીબીને હવે પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હી અને મુંબઈની વચ્ચે રમાનાર મેચમાં દિલ્હીની હારની દુઆ કરવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube