કોલકત્તાઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડનું માનવું છે કે હાર્દિક પંડ્યાનો આત્મવિશ્વાસ તેની સૌથી મોટી તાકાત છે. પોલાર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પંડ્યાની સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. પોલાર્ડે કહ્યું, 'મેં તેને ત્યારથી જોયો છે જ્યારે તેણે મુંબઈ માટે રમવાનું શરૂ કર્યું હતું અને હું આશ્ચર્યચકિત નથી. તે ભારતનો સુપરસ્ટાર બની ગયો છે. તે જે રીતે રમે છે તે દર્શાવે છે કે મેદાનની બહાર તે કેવો વ્યક્તિ છે. ક્યારેક-ક્યારેક આપણે એવા વ્યક્તિને જોઈએ છીએ તો રૂઢિવાદી વિચાર વાળા લોક તેની વિરુદ્ધ નકારાત્મક બોલે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલાર્ડે કહ્યું, 'તમે જાણો છો કે જો તમે મેદાનની બહાર આત્મવિશ્વાસથી ભરેલા હોવ તો મેદાન પર પણ સારૂ પ્રદર્શન કરી શકો છો. હું સમજુ છું કે આ વસ્તુ દર્શાવે છે કે તમે એક વ્યક્તિના રૂપમાં કેટલા મજબૂત છો.' એક ચેટ શો દરમિયાન વિવાદિત નિવેદન આપવાને કારણે પંડ્યા અને રાહુલના કરિયર માટે એક મોટો ઝટકો હતો. તેને જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાથી પરત બોલાવી લેવામાં આવ્યો હતો. 


આ મુદ્દા પર પોલાર્ડે કહ્યું, 'તે પોતાના નાના કરિયરમાં ઘણુ સહન કરી ચુક્યો છે, પરંતુ તે ત્યાંથી સારો થઈ શકે છે. તે ખુબ મહેનત કરે છે. તે હાલમાં જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી હું બિલ્કુલ પણ આશ્ચર્યચકિત નથી.' ટી20ના માહિર બેટ્સમેન પોલાર્ડે ભારત વિરુદ્ધ હાલમાં સિરીઝમાં વાપસી કરી હતી. તેણે 49, 8 અણનમ 8 અને 58નો સ્કોર બનાવ્યો હતો. 


પોલાર્ડે કહ્યું, વાપસી કરવી સારી રહી. જ્યારે હું ક્રિકેટના મેદાન પર પગ રાખુ છું તો મારો પ્રયત્ન મારી ટીમ માટે સર્વશ્રેષ્ઠ આપવાનો હોય છે. જોઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારૂ ભવિષ્ય કેવુ હોય છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપ પર પણ રાખીને બેઠી છે. પોલાર્ડે કહ્યું, અમે ડિફેન્ડિંગ ચેમ્પિયન છીએ અને તેથી થોડુ મુશ્કેલ છે. પરંતુ જ્યારે પણ તે સમય આવે છે અમે જીત મેળવવામાં સફળ રહીએ છીએ. તે શાનદાર યોજના બનાવવા પર નિર્ભર કરે છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર