નવી દિલ્લીઃ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઓવરમાં બોલ હેલ્મેટ પર વાગ્યો હતો. આ ઘટના બાદ સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ચીયર કરવા આવેલી તેમની પત્ની નતાશા પણ ચોંકી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


હેલમેટ પર વાગ્યો બોલ-
ગુજરાત ટાઈટન્સની બેટિંગ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક 8મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. ઉમરાન મલિકે આ ઓવરનો પહેલો બોલ ખૂબ જ ઝડપી ફેંક્યો હતો,  જે સીધો હાર્દિક પંડ્યાના હેલ્મેટ પર વાગ્યો હતો


પત્ની નતાશા ચોંકી ગઈ-
હાર્દિક પંડ્યાના હેલમેટ પર બોલ વાગતા જ ગુજરાત ટાઇટન્સ ટીમના ફિઝિયો મેદાન પર આવ્યા અને હાર્દિક પંડ્યાની તપાસ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા ખૂબ જ ચિંતિત દેખાઈ હતી. હાર્દિક પંડ્યાએ એ જ ઓવરમાં શાનદાર બેટિંગ કરી હતી.


પંડ્યાની શાનદાર બેટિંગ-
8મી ઓવરનો પહેલો બોર હેલ્મેટ વાગ્યા બાગ બાદ હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી અને  ઉમરાન મલિકની આ ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. આ રીતે હાર્દિક પંડ્યાએ બદલો પૂરો કર્યો.


પંડ્યાની ભારે ટીકા-
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 42 બોલમાં 50 રન બનાવ્યા હતા, પરંતુ  8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ધીમી બેટિંગને પગલે હાર્દિક પંડ્યાની ઘણી ટીકા થઈ હતી.