નવી દિલ્હીઃ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નિયુક્ત બીસીસીઆઈના લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને ટીવી ચેટ શો દરમિયાન મહિલાઓ પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં સુનાવણી માટે ભારતીય ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પાઠવી છે. 'કોફી વિથ કરન' શો પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે પ્રશાસકોની સમિતિએ પંડ્યા અને રાહુલને અસ્થાઇ રૂપે સસ્પેન્ડ કર્યા હતા પરંતુ બાદમાં લોકપાલ દ્વારા તપાસ પેન્ટિંગ રહેવા સુધી પ્રતિબંધ હટાવી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયમૂર્તિ જૈને સોમવારે કહ્યું, મેં ગત સપ્તાહે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પાઠવતા તેને સુનાવણી માટે રજૂ થવાનું કહ્યું છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે બીસીસીઆઈ ચાલી રહેલા આઈપીએલ વચ્ચે સુનાવણી માટે પંડ્યા અને રાહુલની ફ્રેન્ચાઇઝી ક્રમશઃ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની સાથે કેમ સમન્વય બેસાડીને તેની સુનાવણી માટે રજૂ થવાની વ્યવસ્થા કરશે. જાણવા મળ્યું કે, બંન્ને ટીમો વચ્ચે મુંબઈમાં 11 એપ્રિલે રમાનારા આઈપીએલ મેચ પહેલા બંન્ને સુનાવણી માટે રજૂ થઈ શકે છે. 


બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, બંન્ને આઈપીએલમાં રમી રહ્યાં છે અને સતત મેચોની સાથે ખૂબ વ્યસ્ત છે સાથે યાત્રા કરવાની હોય છે. બીસીસીઆઈના એડ હોમ નૈતિક અધિકારીની ભૂમકા નિભાવી રહેલા લોકપાલે સ્પષ્ટ કર્યું કે, આ મામલાના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવા માટે આ દિવસોમાં સુનાવણી માટે રજૂ થવું જરૂરી હશે. ન્યાયમૂર્તિ જૈને કહ્યું, પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત અનુસાર મારે મારો પક્ષ સાંભળવો પડશે. આ તેના પર છે કે, તે ક્યારે રજૂ થવા ઈચ્છે છે. 


સમજાઈ શકે કે, બંન્ને ખેલાડીઓએ વ્યક્તિગત રૂપથી રજૂ થવું પડશે અને તે પોતાના કાયદાકિય પ્રતિનિધિઓના માધ્યમથી રજૂ ન થઈ શકે. ચેટ શોનો વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રસારિત થયો હતો, ત્યારબાદ ખુબ વિવાદ થયો અને સીઓએએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચે બંન્નેને પરત બોલાવી લીધા અને અસ્થાઈ રૂપે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ બંન્નેનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. જૈને પદ સંભાળ્યા બાદ સીઓએએ આ મામલાની તપાસ પૂરી કરવા માટે તેમને સોંપી દીધો છે. 


જૈનને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના કથિત, હિટોના ટકરાવ મામલાની ફરિયાદ પણ મળી છે. ગાંગુલી બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના સલાહકારની બેવડી ભૂમિકા નિભાવી રહ્યો છે. જૈને કહ્યું, મને આજે વિભિન્ન મુદ્દા પર નવી ફરિયાદ મળવાની આશા છે. મને નથી ખ્યાલ કે આ મુદ્દો (ગાંગુલીના હિતોના ટકરાવ) તેમાં હશે કે નહીં. જ્યારે પણ મારી સામે આ મામલો આવશે, હું તેની વિસ્તૃત રૂપે તપાસ કરીશ. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર