નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને મહિલા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી છે. બીસીસીઆઇ દ્વારા આ મામલે કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બંને વિરૂધ્ધ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંડ્યા અને રાહુલે ટીવી શો દરમિયાન મહિલાઓ અંગે અનુચિત ટિપ્પણીઓ કરી હતી. જે બાદ તપાસ સમિતિના સભ્ય ડાયના ઇડુલ્જીએ આ બંને વિરૂધ્ધ આગળની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની બીસીસીઆઇને ભલામણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સામે કરાયેલી કાર્યવાહીને પગલે શનિવારથી શરૂ થઇ રહેલ વન ડે સિરીઝની પ્રથમ વન ડે મેચમાંથી બંનેને આઉટ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ આ મેચ નહીં રમી શકે. બીસીસીઆઇ સુત્રોના જણાવ્યા અનુસાર અંતિમ 11ની પસંદગી માટે રાહુલના નામ પર વિચારણા કરવામાં આવી ન હતી. જોકે હાર્દિક પંડ્યા અંગે વિચારણા થઇ હતી જોકે આ કાર્યવાહીને પગલે તે નહીં રમી શકે. જોકે આ મામલે હજુ છેવટને નિર્ણય લેવાયો નથી. 


આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર ટીમ મેનેજમેન્ટે પંડ્યાને કહી દીધું છે કે તે શનિવારે મેચમાં નહીં રમી શકે કારણ કે હજુ સુધી એમને આ અંગે સત્તાવાર કોઇ આદેશ આવ્યો નથી. રાહુલ આમેય અંતિમ 11માં પસંદ થયો ન હતો. આ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પંડ્યા અને રાહુલની ટિપ્પણીને અનુચિત ગણાવી હતી.


ખેલ જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો