મુંબઈઃ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણી પહેલા પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આગામી ટી20 અને વન ડે શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. તેને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો છે. બીસીસીઆઈએ ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યાને સ્થાને પાંચ મેચની વન ડે શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાને પસંદ કરાયો છે. ટી20 ટીમ માટે તેના વિકલ્પ તરીકે ખેલાડીની જાહેરાત થઈ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બંને ટીમ આ દિવસે પ્રથમ ટી20 મેચ રમવાના છે. 


વર્લ્ડકપ 2019 માંથી પાકિસ્તાનને દૂર કરવા BCCI મેદાનમાં, ICC ને કરશે રજૂઆત


બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, "ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ઈજાના કારણે દુખાવો થઈ ગયો છે. આથી તે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 અને વન ડે શ્રેણી રમી શકશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમે હાર્દિકને આરામ કરવાની સલાહ આપી છે. તે એનસીએમાં મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. પંડ્યા આગામી સપ્તાહે તેની ઈજાનો ઈલાજ કરાવશે."


ઉલ્લેખનીય છે કે, એક ખાનગી ટીવી શોમાં વિવાદિત નિવેદનને કારણે બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર પછી તેના દ્વારા માફી મગાયા બાદ ન્યૂઝિલેન્ડની શ્રેણીમાં તેનું પુનરાગમન થયું હતું. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...