નોટિંઘમઃ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે જ્યારે હાર્દિક પંડ્યાને બોલ આપ્યો તો ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટ પર 86 રન હતો. આકાશમાં વાદળો છવાયેલા હતા અને બોલ બંન્ને તરફ સ્વિંગ થઈ રહ્યો હતો. ઓલરાઉન્ડર પંડ્યાએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે પોતાના પ્રથમ બોલ પર કેપ્ટન રૂટને આઉટ કર્યો. ત્યારબાદ પંડ્યાએ એક બાદ એક વિકેટ ઝડપતા પોતાના ટેસ્ટ કેરિયરમાં પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ઓવરના સ્પેલમાં ઝડપી પાંચ વિકેટ
પંડ્યાએ રવિવારે તે કર્યું જે અત્યાર સુધી કોઇ ભારતીય બોલર કરી શક્યો નથી. પંડ્યાએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી. સૌથી મહત્વની વાત છે કે તેણે માત્ર 6 ઓવર બોલિંગ કરી અને માત્ર 28 રન ખર્ચ કર્યા હતા. તે આ મેદાન પર સૌથી ઓછા રન આપીને પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેની પહેલા ઝહીર અને ભુવીએ પણ પાંચ વિકેટ ઝડપી છે પરંતુ આ બંન્નેએ પંડ્યાના મુકાબલે વધુ રન ખર્ચ કર્યા હતા. 


પંડ્યાનો માઇકલ હોલ્ડિંગનો જવાબ
બે દિવસ પહેલા વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ માઇકલ હોલ્ડિંગે કહ્યું હતું કે પંડ્યા ટેસ્ટ લેવલનો ઓલરાઉન્ડર નથી. ઘણા દિગ્ગજો તેની ક્ષમતા પર સવાલ ઉઠાવી શક્યા છે. પરંતુ પંડ્યાએ આ મેચમાં પાંચ વિકેટ ઝડપીને પોતાના ટિકાકારોને જવાબ આપ્યો છે. પંડ્યાની આ 10મી ટેસ્ટ છે અને તેણે પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી છે.


ભારત મજબૂત સ્થિતિમાં
ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 329 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતને પ્રથમ ઈનિંગના આધારે 168 રનની લીડ મળી હતી. તો ભારતે બીજી ઈનિંગમાં પણ 1 વિકેટના ભોગે 86 રન બનાવી લીધા છે.