નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપ બાદથી જ પસંદગીકારોએ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દીધો હતો. હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં પણ તક મળી નહતી. હાર્દિક પંડ્યા માટે મુસીબતો ઓછી થવાનું નામ જ લેતી નથી. હવે એપ્રિલમાં રમાનાર IPL 2022 અગાઉ ક્રિકેટના મેદાન પર વાપસી કરવું હાર્દિક માટે શક્ય જોવા મળી રહ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા માટે આવ્યા ખરાબ સમાચાર
ભારત આગામી વર્ષે 6થી 20 ફેબ્રુઆરી 2022 સુધી ઘર આંગણે વેસ્ટ ઈન્ડિઝ સાથે 3 વનડે અને આટલી જ મેચોની ટી20 સિરીઝ રમશે. ત્યારબાદ શ્રીલંકાની ટીમ 25 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી 2 ટેસ્ટ અને 3 ટી20 મેચોની સિરીઝ માટે ભારત આવશે. હાર્દિક પંડ્યા માટે આ બંને સિરીઝમાં રમવું શક્ય  બનશે નહીં. BCCI એ સ્પષ્ટ કર્યું કે જો હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી હોય તો એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરવું પડશે. ત્યારબાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાને સાબિત કરવો પડશે. 


સામે આવ્યું આ મોટું અપડેટ
ઈનસાઈડસ્પોર્ટ્સના રિપોર્ટ મુજબ BCCI એ હાર્દિક પંડ્યાને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA) ને રિપોર્ટ કરવાનું કહ્યું છે. હાર્દિક પંડ્યા પસંદગી માટે પોતાના નામ પર વિચારવાની જગ્યાએ નવા વર્ષમાં NCA માં એક્સપર્ટ્સની નિગરાણીમાં પોતાની બોલિંગ ફિટનેસ પર કામ કરશે. IPL 2022 ની હરાજી જાન્યુઆરીમાં થવાની છે અને હજુ પણ હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ છે. અત્રે જણાવવાનું કે આ વખતે IPL 2022 સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પણ હાર્દિક પંડ્યાને રિટેન કર્યો નથી. 


હાર્દિક પંડ્યા એશિયા કપ 2018માં થયો હતો ઈજાગ્રસ્ત
20 સપ્ટેમ્બર 2018(Asia Cup 2018 Hardik Pandya)ના એ ખરાબ દિવસને હાર્દિક ક્યારેય યાદ  રાખવા માંગશે નહીં. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલુ હતી. પંડ્યા ટીમ માટે 18મી ઓવર નાખી રહ્યો હતો અને અચાનક તે પીચ પર સૂઈ ગયો. હાર્દિક પંડ્યાની ઈજા એટલી ગંભીર હતી કે તેને સ્ટ્રેચર પર મેદાનથી બહાર લઈ જવાયો. ત્યારબાદ તે ઓવર રાયડુએ પૂરી કરી હતી. અચાનક મેદાનમાં આવું બનવાથી સન્નાટો છવાઈ ગયો હતો. મેડિકલ ટીમ આવી અને તેને સ્ટ્રેચર પર સૂવાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું જેમાં કહેવાયું કે તેની પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ છે. 


લંડનમાં થઈ હતી સર્જરી
હાર્દિક પંડ્યાને જે સમયે આ ઈજા થઈ ત્યાં સુધી એ ખબર નહતી કે આ ઈજા એટલી ગંભીર હશે કે તેની કરિયર પર આંચ આવી જશે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઈ. હાર્દિકે પોતાની એક તસવીર શેર કરતા કહ્યું કે તે જલદી ક્રિકેટ મેદાન પર વાપસી કરશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube