BBL: એક દિવસમાં બે હેટ્રિક, રાશિદ ખાન બાદ પાકિસ્તાની બોલર હારિસ રાઉફે કરી કમાલ
પાકિસ્તાનના આ બોલરે પોતાના પ્રદર્શનથી બિગ બેશ લીગમાં ઘણા લોકોને પ્રભાવિત કર્યાં છે. તેણે બુધવારે હેટ્રિક ઝડપીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઉભરતા ફાસ્ટ બોલર હારિસ રાઉફે બુધવારે બિગ બેશ લીગમાં હેટ્રિક ઝડપી હતી. આ ઓસ્ટ્રેલિયન ટી20 લીગમાં દિવસની બીજી હેટ્રિક રહી. તેની પહેલા રાશિદ ખાને પણ આજે હેટ્રિક ઝડપી હતી.
મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતા રાઉફે સિડની થન્ડર્સ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું. આ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. હારિસને મેચમાં કોઈ વિકેટ ન મળી, પરંતુ થન્ડર્સની ઈનિંગની અંતિમ ઓવરમાં તેણે મેથ્યૂ ગિલકિસ, કેલમ ફર્ગ્યુસન અને ડેનિયલ સેમસને આઉટ કર્યા હતા. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
SA vs ENG: ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
આ પહેલા અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને એકવાર ફરી સાબિત કર્યું કે, આખરે કેમ તેને હાલના સમયમાં સૌથી ખતરનાક લેગ સ્પિનર કહેવામાં આવે છે. તેણે સિડની સિક્સર્સ અને એડિલેડ સ્ટ્રાઇકર્સના મુકાબલામાં હેટ્રિક ઝડપી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube