T20 World Cup: જબરદસ્ત ફાઈટ આપ્યા બાદ પણ ભારત હારતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હરમનપ્રીત, જાણો શું કહ્યું?
ICC Women`s T20 World Cup: અત્યંત મહત્વની મેચમાં કેપ્ટન હરમનપ્રીતને તાવ હોવા છતાં મેદાનમાં રમવા માટે ઉતરી હતી. ઓસ્ટ્રેલિયાના હાજા પણ ગગડાવી દીધા. પણ છતાં ભારત લડાયક મિજાજ બતાડવા છતાં હારી ગયું અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. હરમનપ્રીતનાં આંસુડા ફેન્સનું કાળજું ચીરી ગયા.
Harmanpreet Kaur: ભારતીય ટીમ ફરીથી નોકઆઉટ મેચમાં દબાણમાં આવી ગઈ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ભારતીય ટીમને 5 રનથી હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ સતત સાતમીવાર આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. ભારતની ખરાબ ફિલ્ડિંગ અને કેચ છોડવાથી ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરતા ચાર વિકેટ પર 172 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો. ભારતે એક સમયે 28 રન પર 3 વિકેટ ગુમાવી હતી. પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 41 બોલમાં 69 રનની ભાગીદારીના કારણે મેચમાં ભારતે વાપસી કરી હતી.
કાળા ચશ્મા પહેરીને પ્રેઝન્ટેશનમાં આવી હતી કેપ્ટન
ભારતને અંતિમ 30 બોલમાં 39 રનની જરૂર હતી. જે વધુ મુશ્કેલ નહતું અને તેની 5 વિકેટ પણ બાકી હતી. પરંતુ ગત કહાની ફરી દોહરાવાઈ અને ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ પર 167 રન જ કરી શકી. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરનું એક નિવેદન ફેન્સનું હ્રદયભગ્ન કરી ગયું. મેચ બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર પ્રેઝન્ટેશનમાં કાળા ચશ્મા પહેરીને આવી જેની પાછળનું કારણ ભારતીય ફેન્સનું હ્રદય ચીરી ગઈ. હરમનપ્રીત કૌર દિલ તોડનારી હાર બાદ કાળા ચશ્મા પહેરીને પ્રેઝન્ટેશનમાં આવી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube