નવી દિલ્હી: ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર દ્વારા કરવામાં આવેલી સદીની મદદથી વર્લ્ડ કપના પહેલા મેચમાં જ ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હરાવી દીધુ છે.  આ મેચમાં 29 વર્ષીય હરમનપ્રીતએ માત્ર 51 બોલમાં જ 103 રન  પ્રથમ સદી મારનાર ભારતીય મહિલા બની ગઇ છે. જેમાં તેણે સાત ચોકા અને આઠ છક્કા માર્યા હતા. આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે,કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અત્યાર સુધીમાં ટી-20માં શદી મારવામાં અસફળ રહ્યો છે. જ્યારે ઓપનિંગ બેસ્ટમેન રોહિત શર્માએ ટી-20 કરિયરમમાં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી દીધી છે. રોહિક શર્મા દુનિયામાં એવો પ્રથમ બેસ્ટમેન છે, જેણે ટી-20માં સદી ફટકારી છે. 


વેસ્ટ ઈન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝિલેન્ડને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 160 રન જ બનાવી શકી હતી. ભારતની કેપ્ટન હરમનપ્રિત કૌરે 103 રન બનાવીને સદી ફટકારનારી પ્રથમ મહિલા બની હતી. આ સાથે જ મહિલા ટી20 ક્રિકેટના ઈતિહાસનો ભારતીય ટીમે હાઈએસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો.  


ટી-20માં સદી મારનારી પ્રથમ ભારતીય બની હરમનપ્રીત 
આ સાથે જ મહિલા ક્રિકેટ ટીમમાં કેપ્ટન હરમનપ્રીત કૌર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી બનાવનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. 29 વર્ષીય હરમનપ્રીતે આઇસીસી મહિલા ટી-20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડની સામે આ પ્રકારની ઉપલબ્ઘિ હાસલ કરી છે. કેપ્ટન હરમનપ્રીતે પહેલા 50 રન 33 બોલમાં માર્યા હતા. જ્યારે બાકીના 20 રન માત્ર 16 બોલમાં જ માર્યા હતા. મહિલા ટી-20 વિશ્વકપમાં કોઇ પણ ટીમ દ્વારા બનાવામાં આવેલો આ સ્કોર અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. ટી-20માં સદી મારનારી હરમનપ્રીત દુનિયાની ત્રીજી મહિલા ક્રિકેટર બની ગઇ છે.


 



 


આ ઉપલબ્ધિ સાથે જ હરમનપ્રીતને સોશિયલ મીડિયામાં મોટી સંખ્યમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના ઉપ કપ્તાન રોહિત શર્માએ પણ આપી શુભેચ્છા



બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચને આપી શુભકામના



વીરેન્દ્ર સહેવાગે ટ્રવિટ કરીને કહ્યું: જીતથી શરૂઆત. હરમનપ્રીત કૌરનો દિવાળી ધમાકો



વીવીએસ લક્ષ્મણે પણ આપી શુભેચ્છા



આકાશ ચોપડાએ પાછવી શુભેચ્છા 



જુલન ગોસ્વામીએ આપી ધણી બધી શુભેચ્છાઓ 



મોહમ્મદે કૈફએ કહ્યું, મહિલાઓ દ્વારા ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત, અને હરમનપ્રીત કૌરને શુભેચ્છા



કેદાર જાદવે પણ આપી શુભકામના



રાહુલ શર્માએ ટ્વિટ કરીને આપી શુભેચ્છા



નમન ઓઝાએ હરમનપ્રીત કૌરને આપી શુભેચ્છાઓ