નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિલા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ પહેલા બપોરે ભારતીય પુરૂષ ક્રિકેટરોના પણ વાર્ષિક કરારની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે મહિલા ક્રિકેટરોના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરોને ગ્રુપ A, B અને C ગ્રુપમાં મહિલા ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ગ્રુપ-એમાં આવતી મહિલા ક્રિકેટરોને વાર્ષિક 50 લાખ રૂપિયા મળશે. તો ગ્રુપ-બીમાં 30 લાખ અને ગ્રુપ-સીમાં મહિલા ક્રિકેટરોને વાર્ષિક 10 લાખ રૂપિયા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરૂષ ક્રિકેટરો પર પૈસાનો વરસાદ, મહિલા ક્રિકેટરોને ઓછું વેતન
બીસીસીઆઈ દ્વારા પુરૂષ ક્રિકેટરોની સરખામણીએ મહિલા ક્રિકેટરોને આવવામાં આવતા કરારની રકમ ખુબ જ ઓછી છે. બીસીસીઆઈ પુરૂષ ક્રિકેટરોમાં A+ ગ્રેડમાં આવતા ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ તો A ગ્રેડમાં આવતા ખેલાડીઓને 5 કરોડ, B ગ્રેડમાં આવતા ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડમાં આવતા ક્રિકેટરોને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપે છે. તેની સરખામણીએ આખું વર્ષ તમામ ફોર્મેટમાં રમતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ વર્ષે માત્ર 50 લાખ રૂપિયાના કરારમાં રાખવામાં આવી છે. 


બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ મહિલા ક્રિકેટરો
ગ્રેડ-A વાર્ષિક- 50 લાખ રૂપિયા
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ.


ગ્રેડ-B વાર્ષિક- 30 લાખ રૂપિયા
મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, એકતા બિષ્ટ, રાધા યાદવ, શિખા પાંડે, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્જ, તાનિયા ભાટિયા.


ગ્રેડ-C વાર્ષિક-10 લાખ
વેદા કૃષ્ણામૂર્તિ, પૂનમ રાઉત, અનુજા પાટિસ માનષી જોશી, ડી. હેમલતા, અરૂંધતિ રેડ્ડી, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, હરલીન દેઓલ, પ્રિયા પૂનિયા, શેફાલી વર્મા.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર