હેડિંગ્લેઃ ઈંગ્લેન્ડના વિસ્ફોટક યુવા ખેલાડી હેરી બ્રૂકનું બેટ છેલ્લી 7-8 ઈનિંગથી શાંત હતું. તેની છેલ્લી શાનદાર ઈનિંગ ફેબ્રુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે આવી હતી, જ્યાં તેણે 186 રન ફટકાર્યા હતા. ત્યારબાદ તે આઈપીએલમાં પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. બ્રૂકે આઈપીએલમાં એક સદી ફટકારી હતી. હવે એશિઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં તેણે ફોર્મમાં વાપસીનો સંકેત આપ્યો છે. તેણે એવા સમયે શાનદાર બેટિંગ કરી જ્યારે ટીમને તેની ખાસ જરૂર હતી. તેણે લીડ્સની ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી અને 47 રન બનાવવાની સાથે પોતાના ટેસ્ટ કરિયરમાં 1 હજાર રન પણ પૂરા કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ હેરી બ્રૂકના નામે છે. આ ઇનિંગમાં તેણે તેની પાંચમી ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડને 251 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમે 171 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ હેરી બ્રુક એક છેડે મક્કમ રહ્યો હતો. તેણે સૌથી ઓછા બોલમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. તેના પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરના નામે હતો. બ્રૂકે અહીં 93 ​​બોલમાં 75 રનની ઇનિંગ રમી અને મેચમાં ઈંગ્લેન્ડને જીત નજીક પહોંચાડ્યું હતું. 


આ પણ વાંચોઃ ઈશાન અને મુકેશનું ડેબ્યૂ? ગિલ નહીં કરે ઓપનિંગ! પ્રથમ ટેસ્ટમાં આવી હોઈ શકે છે 11


ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન (સૌથી ઓછા બોલ)
હેરી બ્રૂક- 1058 બોલ
કોલિન ડી ગ્રાન્ડહોમ- 1140 બોલ
ટિમ સાઉદી- 1167 બોલ
બેન ડકેટ- 1168 બોલ


હેરી બ્રૂકનું ટેસ્ટ કરિયર
હેરી બ્રૂકે સપ્ટેમ્બર 2022માં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ આ તેની 10મી ટેસ્ટ મેચ હતી. તેણે 17 ઈનિંગમાં 1000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. ટેસ્ટ કરિયરમાં બ્રૂકે 4 સદી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર 186 રન છે. બ્રૂકની ટેસ્ટમાં એવરેજ 67ની અને સ્ટ્રાઇક રેટ 94ની છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર છે. આ કારણ છે કે આઈપીએલમાં હૈદરાબાદે ઈંગ્લેન્ડના યુવા ખેલાડીને કરોડો રૂપિયા આપી ટીમમાં સામેલ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube