Mohammed Shami: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી ભલે ક્રિકેટ જગતમાં એક મોટું નામ ધરાવતા હોય. પરંતુ તે પોતાની લાઈફમાં પત્ની સાથે ચાલી રહેલા વિવાદના કારણે ચર્ચામાં રહે છે. શમી પોતાની પત્ની હસી જહાંથી 2018થી અલગ થઈ ગયા છે. તેમ છતાં હસીન જહાંએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી વિરુદ્ધ એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોલીસ પ્રશાસન ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને મદદ ના મળી- હસીન જહાં
હસીન જહાંએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'મારા સ્ટાર પતિ અને તેમના પરિવાર દ્વારા મારી સાથે ઘણું ખોટું કરવામાં આવ્યું છે. હું લાચાર હતી અને મારે કોર્ટની મદદ લેવી પડી હતી. પરંતુ મને જે મદદ મળવી જોઈતી હતી તે મળી નથી. અમરોહા પોલીસે મને અને મારી 3 વર્ષની દીકરી પર અત્યાચાર કર્યો. સરકારે મારું અપમાન અને મારી સાથે થઈ રહેલા અન્યાયનો તમાશો જોઈ રહી અને આજે પણ જોઈ રહી છે. આ લોકો સત્ય જાણતા હોવા છતાં પણ...કોલકાતાની નીચલી કોર્ટ અન્યાય કરી રહી છે. 06.03.24 ના રોજ મેં S.P. અમરોહાની મુલાકાત લીધી. શુધીર કુમાર જીને ફરિયાદ કરી અને વિનંતી કરી કે તમારી તપાસ જનતાના સહયોગથી ચાલી રહી છે અને તમારે પગલાં લેવા જોઈએ. તેમણે મને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો, અમારા પર કોઈ દબાણ નહીં કરે. થોડા દિવસો પછી FIR દાખલ કરવામાં આવી. નકલ મળી ન હતી, તેથી હું ફરીથી એસ.પી.ને સંપર્ક કરવાની કોશિશ કરી રહી છું જે સંભવ થઈ રહ્યું નથી.



પોલીસ પર લગાવ્યા આરોપ
હસીન જહાંએ વધુમાં લખ્યું, 'મેં ફરીથી S.P. અમરોહાને મળવા માટે 18.03.24 ના રોજ એપોઇન્ટમેન્ટ લીધી, મને સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો અને હું S.P. ઓફિસે પહોંચી. પરંતુ એસ.પી.જીના પીઆરઓ સુનિલ કુમારે મારી સાથે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને એસપી જીને મળવા દેવામાં આવશે નહીં. હું ખૂબ રડી, પણ પછી મેં વિચાર્યું કે હું બેવડા વિચારવાળા સમાજમાં રહું છું. એટલા માટે હું મારા મોંઘા આંસુ ખુદા સામે જ વહાવીશ અને મારી જાતને મજબૂત કરી અને પાછી આવી ગઈ. તે પછી મેં S.P. અમરોહાને મેસેજ કર્યો કે તમારું P.R.O. મારી સાથે ઝઘડો કર્યો અને મને તમને મળવા દીધા નહિ. જેનો મને હજુ સુધી જવાબ મળ્યો નથી. આ બધું મારે માત્ર એક મુસ્લિમ મહિલા તરીકે સહન કરવું પડશે. જો હું હિંદુ હોત અને મારી સાથે જે પણ અત્યાચારો થયા છે અને થઈ રહ્યા છે, તો કદાચ અત્યાર સુધીમાં મારી સાથે ન્યાય થઈ ગયો હોત!


સુપ્રીમ કોર્ટમાં હાજર થવાનો પ્લાન
તેમણે લખ્યું, મને ખબર છે કે મને સુપ્રીમ કોર્ટમાંથી જ યોગ્ય ન્યાય મળશે. પરંતુ મને ન્યાય ન મળે તે માટે કોર્ટ તારીખ પછી તારીખો જ આપી રહી છે. હાઈકોર્ટ મને સાંભળવા માંગતી નથી. લાંચ લેનારા લોકો મારા કેસની યાદીમાં આવવા દેતા નથી. જો ભારતીય મીડિયા બિકાઉ ના હોય તો દેશની જનતાને હકીકત ખબર હોત. તમે લોકો હવે જુઓ શમી અહેમદ...ભાજપ સરકાર અને યુ.પી. પોલીસની મદદથી મારી હત્યાનો પ્લાન બનાવશે.