કરાચીઃ પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી પીઠની સમસ્યાને કારણે ઓસ્ટ્રેલિયામાં ટી20 સિરીઝ રમી શકશે નહીં. ઈંગ્લેન્ડમાં વિશ્વકપ બાદથી હસન અલી આ સમસ્યાને કારણે ક્રિકેટથી દૂર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, રિહેબિલિટેશન બાદ હસનનું એમઆરઆઈ કરાવવામાં આવ્યું ત્યારબાદ ડોક્ટરોએ તેને વધુ ત્રણથી ચાર સપ્તાહ આરામ કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ કહ્યું, હસન લાહોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનથી પસાર થઈ રહ્યો છે પરંતુ તેની પીઠની સમસ્યા યોગ્ય થવામાં સમય લાગી રહ્યો છે. 


25 વર્ષીય હસન પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ આક્રમણનો મહત્વનો ભાગ છે, વિશેષકરીને નિર્ધારિત ઓવર ક્રિકેટમાં. તેણે ત્રણેય ફોર્મેટમાં 148 વિકેટ ઝડપી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર