Commonwealth Games 2022: સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરા ઇજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2022 થી બહાર થઈ ગયો હતો. નીરજના બહાર થવાથી ભારતીય ફેન્સને ઝટકો લાગ્યો હતો કેમ કે, તે ગોલ્ડ મેડલ જીતવાનો તગડો દાવેદાર હતો. હાલની ગેમ્સમાં નીરજનો અભાવ માત્ર ભારતીય ફેન્સને જ દુ:ખી નથી કરી રહ્યા પરંતુ તેના હરીફ અરશદ નદીમ પણ નીરજના બહાર નીકળવાથી નિરાશ છે. પાકિસ્તાનના અરશદ નદીમનું કહેવું છે કે તેમને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાની સામે પ્રતિસ્પર્ધાનો અભાવ અનુભવ થશે કેમ કે તે એક પરિવારનો ભાગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરજે જીત્યો હતો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર
નીરજે ગત મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીરટનો થ્રો ફેંકી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં અરશદ પાંચમાં સ્થાન પર હતો. જોકે, તે ફાઈન્સ માટે ક્વોલિફાય કરનાર પહેલો પાકિસ્તાની બન્યો હતો. નીરજે ગ્રોઇન ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. એવામાં અરશદ નદીનના ગ્રેનાડાના એન્ડરસન પીટર્સની સાથે પોડિયમ પર રહેવાની આશા છે. પીટર્સ ગોલ્ડ મેડલનો પ્રબડ દાવેદાર છે. જેણે તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ


અરશદે પીટીઆઇને કહ્યું, નીરજ મારો ભાઈ છે. હું તેને અહીં યાદ કરું છું. અલ્લાહ તેના સ્વાસ્થ રાખે અને મને જલદી તેની સાથે પ્રતિસ્પર્ધા કરવાની તક મળે. અરશદ અને નીરજ વચ્ચે આ ભાઈચારો ગુવાહાટીમાં યોજાયેલી દક્ષિણ એશિયન રમતોમાં ભાગ લેવા દરમિયાન શરૂ થયો હતો. ચાર વર્ષ પહેલા જ્યારે એશિયન રમતોમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે અરશદે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


એશિયા કમમાં એક ભૂલ ટીમ ઇન્ડિયાને ભારે પડશે, પૂર્વ PAK કેપ્ટને કહ્યું જીતશે પાકિસ્તાન


નીરજ ચોપરા સારો માણસ
અરશદે કહ્યું, તે સારો માણસ છે. શરૂઆતમાં તમે થોડા રિઝર્વ રહો છો, પરંતુ જ્યારે તમે એકબીજાને જાણવા લાગો છો તો તમે ખુલવા લાગો છો. અમારી વચ્ચે ઘણી સારી મિત્રતા છે. હું આશા કરું છું કે તે ભારત માટે પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને હું મારા દેશ માટે સારુ કરતો રહીશ. અમે બંનેએ પ્રભાવિત કર્યું છે. અમે એક પરિવારની જેમ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube