Video: કોહલીની વિવાદાસ્પદ વિકેટથી ઉભી થઈ બબાલ, આમ શરૂ થયો જંગ
કોહલીએ પોતાની આ શાનદાર ઈનિંગ દરમિયાન 13 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારતા 123 રન બનાવ્યા હતા.
પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પર્થ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 25મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આ બીજી સૌથી ધીમી સદી હતી. આ મેચમાં કોહલીએ 257 બોલમાં 123 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ ત્યારબાદ પેટ કમિન્સના એક બોલે કોહલીની ઈનિંગનો અંત કરી દીધો, પરંતુ ત્યારબાદ ક્રિકેટની દુનિયામાં એક વિવાદને પણ જન્મ આપી દીધો હતો.
કોહલીની વિકેટથી ઉભો થયો વિવાદ
કોહલીએ પોતાની આ શાનદાર ઈનિંગ દરમિયાન 13 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારતા 123 રન બનાવ્યા હતા. પેટ કમિન્સના એક બોલ પર હૈંડ્સકોમ્બે કોહલીનો કેચ ઝડપ્યો. પરંતુ કોહલીને લાગ્યું કે, બોલ જમીનને અડી ગયો અને તેણે અમ્પાયર સાથે પણ વાત કરી હતી. મામલો થર્ડ અમ્પાયરની પાસે પહોંચ્યા. સોફ્ટ સિગ્નલ આઉટ આપવામાં આવ્યું. પરંતુ રિપ્લેમાં જોયા બાદ આવું લાગ્યું કે, બોલ હૈંડ્સકોમ્બના હાથમાં આવ્યા પહેલા જમીનને અડી ગયો હતો. પરંતુ સોફ્ટ સિગ્નલ આઉટ થતો તો થર્ડ અમ્પાયરે પણ કોહલીને આઉટ આપ્યો હતો.
વિરાટ કોહલીની આ વિકેટ બાદ હવે ક્રિકેટની દુનિયામાં એક જંગ શરૂ થઈ ગયો છે. ક્રિકેટના ફેન્સ બે ભાગમાં વહેંચાય ગયા છે અને સોશિયલ મીડિયા પર જંગ શરૂ થઈ ગયો છે. તમે જ જુઓ ક્રિકેટના દિગ્ગજોની સાથે સાથે ફેન્સ સોશિયલ મીડિયા પર શું લખી રહ્યાં છે.