Heath Streak Death Fake News: ઝિમ્બાબ્વેના ખેલાડી હીથ સ્ટ્રીક જીવિત છે, કોણે ફેલાવી તેમના મોતની ફેક ન્યૂઝ
Heath Streak Death Fake News: હીથ સ્ટ્રીક જીવિત છે. તેમના મોતની ફેક ન્યૂઝ તેમના જ સાથી ક્રિકેટર હેનરી ઓલંગાએ ફેલાવી. બાદમાં હેનરી ઓલંગાએ જ ટ્વીટ કરીને લખ્યું કે હીથ સ્ટ્રીક જીવિત છે. સોશિયલ મીડિયા પર ઓલંગાની ટ્વીટ પર ફેન્સ પણ ભડકી ઉઠ્યા છે.
Heath Streak Death Fake News, Heath streak is alive: ઝિમ્બાબ્વેના સ્ટાર ક્રિકેટર હીથ સ્ટ્રીક જીવિત છે. તેમના મોતની ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાત જાણે એમ છે કે 49 વર્ષના પૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર હીથ સ્ટ્રીક વિશે સોશિયલ મીડિયામાં એવી સૂચના આવી હતી કે કેન્સરના કારણે તેમનું મોત થયું.
હીથ સ્ટ્રીકની જ ઝિમ્બાબ્વે ટીમમાં સાથી રહેલા હેનરી ઓલંગાએ પહેલા તેમના મોત અંગે પુષ્ટિ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે તે ટ્વીટ ડિલીટ કરી નાખી.
હકીકતમાં સોશિયલ મીડિયા પર હેનરી ઓલંગાની ટ્વીટ બાદ અનેક ક્રિકેટર્સે હીથ સ્ટ્રીકને શ્રદ્ધાંજલી આપવાનું શરૂ કરી દીધુ હતું. જો કે ત્યારબાદ સ્ટ્રીક સાથે ઓલંગાની ચેટ થઈ અને પછી ખુલાસો થયો કે સ્ટ્રીક સંપૂર્ણ પણે ઠીક છે. ઓલંગાએ સ્ટ્રીક સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો. ઓલંગાએ લખ્યું કે હું પુષ્ટિ કરી શકું છું કે હીથ સ્ટ્રીકના નિધનની અફવાઓને ખુબ જોરશોરથી રજૂ કરાઈ છે. મે હમણા જ તેમની સાથે વાત કરી છે. થર્ડ એમ્પાયરે તેમને પાછા બોલાવી લીધા છે. તેઓ ખુબ જિંદાદીલ છે દોસ્તો.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube