કેનબરાઃ ઈંગ્લેન્ડની કેપ્ટન હેદર નાઇટે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના ગ્રુપ-બીના મુકાબલામાં થાઈલેન્ડન વિરુદ્ધ વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે ટીમના માત્ર 7 રનમાં બંન્ને ઓપનરો આઉટ થયા બાદ 66 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. તેની તોફાની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા, તેનો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડે આ મેચ 98 રનથી જીતી, જે ટૂર્નામેન્ટની સૌથી મોટી જીત છે. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની બે મેચોમાં પ્રથમ જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનબરાના મનુકા ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર ઓપનર એમી એલન જોન્સ શૂન્ય રન પર આઉટ થઈ હતી. હજુ ટીમનો સ્કોર 7 રન હતો ત્યારે ડેનિએલા વેટ લાતેફના બોલ પર આઉટ થઈ હતી. તે પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરી હતી. 


સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ
ત્યારબાદ નેટ સાઇવર અને કેપ્ટન હેદર નાઇટે મળીને ટીમનો સ્કોર 176 સુધી પહોંચાડ્યો હતો. નાઇટ અને સાઇવર (અણનમ 59)ની સાથે ત્રીજી વિકેટ માટે 169 રનની અણનમ ભાગીદારી કરી જે મહિલા ટી20 વિશ્વકપના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર