વરસાદ અને ખરાબ વાતાવરણના લીધે મેચમાં વિઘ્ન જોવા મળે છે. વેલિંગટન ટેસ્ટના પહેલા દિવસે પણ આવું જ કંઈક જોવા મળ્યું. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારે પવન ફૂંકાતા મેચને રોકવાની ફરજ પડી હતી. ન્યુઝીલેન્ડની ઈનિંગમાં કેન વિલિયમસન સ્ટ્રાઈક પર હતા ત્યારે ઘટના બની. અચાનક ભારે પવન ફૂંકાતા મેચ અટકી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલમેટ, ચશ્મા અને ટોપી ઉડી
ભારે પવન ફૂંકાતા માત્ર મેચ તો રોકાઈ પણ કેટલાક ચોંકાવનારા દ્રશ્યો પણ સર્જાયા. ખેલાડીઓની ટોપી, ચશ્મા ઉડતા નજરે પડ્યા. તો અંપાયર માટે પણ મેદાનમાં ઊભા રહેવું મુસશ્કેલ બની ગયું હતું. અચાનક આવેલા વાવાઝોડાના લીદે મેચ અટકાવવી પડી હતી. વેલિંગટનમાં આવેલ વાવાઝોડાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


વેલિંગટનના હવામાને બગાડી મજા
અગાઉ વેલિંગટનના ખરાબ હવામાનના લીધે મેચ મોડી શરૂ થઈ હતી. મેદાન ભીનું હોવાથી પહેલા સત્રની રમત રદ કરવામાં આવી હતી. ત્યારે બાદ મેચ રમાઈ શકે તેવી સ્થિતિ થતા ટોસ ઉછાળવામાં આવ્યો જે શ્રલંકાએ જીત્યો હતો. શ્રીલંકાએ બોલિંગનો નિર્ણય લેતા ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે લેથમ અને કોનવે વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. જો કે ટોમ લેથમ 21 રન બનાવી આઉટ થયો હતો. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Spark Sport (@sparknzsport)


ખરાબ પીચ પર છવાયો કોનવે
શરૂઆતથી જ ડેવન કોનવે આક્રમક બેટિંગ કરતો નજરે પડ્યો હતો. કોનવે એ 108 બોલમાં 78 રન બનાવ્યા. જેમાં 72થી વધુની એવરેજ સાથે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે ધનંજય ડીસિલ્વાના બોલ પર કોનવે આઉટ થયો હતો. ટેસ્ટ સીરિઝમાં ન્યુઝીલેન્ડ 1-0થી આગળ છે. ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે છેલ્લી બોલ પર મેચમાં જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડની આ જીતનો સૌથી વધુ ફાયદો ભારતને થયો હતો. શ્રીલંકાની મેચમાં હાર થતા ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ઈન્ટ્રી થઈ હતી.