રાહુલ જોહરીના સ્થાને બીસીસીઆઈએ હેમાંગ અમીનને બનાવ્યા કાર્યકારી CEO
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ સીઈઓ રાહુલ જોહરીના રાજીનામા બાદ હેમાંગ અમીનની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ સીઈઓ રાહુલ જોહરીના રાજીનામા બાદ હેમાંગ અમીનની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરી છે. બોર્ડના કર્મચારીઓને સોમવારે તેની માહિતી આપવામાં આવી હતી.
બીસીસીઆઈના એક અધિકરીએ કહ્યુ, હેમાંગ અમીન આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે અને પૂર્વ સીઈઓ રાહુલ જોહરીથી વધુ તેમનું યોગદાન બીસીસીઆઈમાં છે.
સૌરવ ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને આપી વિનિંગ ટીમઃ કૃષ્ણમાચારી શ્રીકાંત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube