દારૂના નશામાં હર્શલ ગિબ્સે ફટકાર્યા હતા 175 રન, આફ્રિકાએ રચ્યો હતો ઈતિહાસ
13 વર્ષ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે વનડે ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ આજના દિવસે 13 વર્ષ પહેલા (12 માર્ચ, 2006) જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. આફ્રિકી ટીમે વનડે ઈતિહાસમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો, જેનાથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 434 રન બનાવ્યા હતા, જે તે સમયનો સૌથી મોટો સ્કોર હતો. ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે આટલા મોટા લક્ષ્ય બાદ પણ કોઈ ટીમ જીતી શકે છે.
વનડે આંતરરાષ્ટ્રીયમાં હાસિલ થયેલા સૌથી મોટા લક્ષ્યાંક
-435 સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, જોહનિસબર્ગ, 2006
-372 સાઉથ આફ્રિકા vs ઓસ્ટ્રેલિયા, ડરબન, 2016
-361 ઈંગ્લેન્ડ vs વેસ્ટઈન્ડિઝ, બ્રિઝટાઉન, 2019
- 360 ભારત vs ઓસ્ટ્રેલિયા, જયપુર, 2013
-359 ઓસ્ટ્રેલિયા vs ભારત, મોહાલી 2019
આફ્રિકાની ઈ જીતનો હીરો હર્શલ ગિબ્સ હતો. જેણે 111 બોલમાં 175 રનની અવિશ્વસનીય ઈનિંગ રમી હતી. જાણવા મળ્યું કે, તે મેચ દરમિયાન તે દારૂના નશામાં હતા અને નશાની સ્થિતિમાં તેણે તે ઈનિંગ રમી હતી.
ખુદ ગિબ્સ આ ખુલાસો કરી ચુક્યો છે કે તે શરાબના નશામાં હતા. ગિબ્સે ઓટોબાયોગ્રાફી ટૂ ધ પોઈન્ટઃ ધ નો હોલ્ડ્સ બોર્ડ (To the point: The no-holds-barred)માં જણાવ્યું કે, તે મેચ પહેલાની રાત્રે તેણે ઘણો દારૂ પીધો હતો અને મેચના દિવસે તે હેંગઓવરમાં હતો.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર