Highest earning players: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આવતીકાલે એટલે કે 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. ફરી એકવાર દર્શકોને ક્રિકેટની પીચ પર રોમાંચ જોવા મળશે. આ સિઝનમાં 10 ટીમો ચેમ્પિયન બનવાની રેસમાં પોતાનું નસીબ અજમાવશે. 2008માં શરૂ થયેલી IPLએ ઘણા ખેલાડીઓને અમીર બનાવ્યા છે. માત્ર પગારથી 150 કરોડથી વધુની કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં 3 નામ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય નામ ભારતીય છે. આવો જાણીએ IPLમાંથી સૌથી વધુ કમાણી કરનારા ટોપ 5 ખેલાડીઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા (રૂ. 178 કરોડ)
આઈપીએલમાં કમાણી કરનારા ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટોપ પર છે. રોહિતે આઈપીએલમાંથી અત્યાર સુધીમાં લગભગ 178 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2008માં 3 કરોડમાં વેચાયેલા રોહિત શર્માનો હાલનો પગાર 16 કરોડ છે. કમાણીના મામલામાં તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે.
સીઝન -  સેલેરી
2008  - 3 કરોડ
2009 - 3 કરોડ
2010 - 3 કરોડ
2011 - 9.2 કરોડ
2012 - 9.2 કરોડ
2013 - 9.2 કરોડ
2014 - 12.5 કરોડ
2015 - 12.5 કરોડ
2016 - 12.5 કરોડ
2017 - 12.5 કરોડ
2018 - 15 કરોડ
2019 - 15 કરોડ
2020 - 15 કરોડ
2021 - 15 કરોડ
2022 - 16 કરોડ
2023 - 16 કરોડ
કુલ - 178.6 કરોડ


મહેન્દ્ર સિંહ ધોની (176 કરોડ)
મહેન્દ્ર સિંહ ધોની IPL સિઝન 2008 એટલે કે પ્રથમ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. આ સિઝનમાં ધોનીની સેલેરી 6 કરોડ રૂપિયા હતી જે હાલમાં 12 કરોડ રૂપિયા છે. ધોનીનો 2018 થી 2021 સુધીનો પગાર 15 કરોડ રૂપિયા હતો. IPLમાંથી કમાણીના મામલે ધોની બીજા નંબર પર છે અને તેણે અત્યાર સુધીમાં લગભગ 176 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સીઝન -  સેલેરી
2008 - 6 કરોડ
2009 - 6 કરોડ
2010 - 6 કરોડ
2011 - 8.28 કરોડ
2012 - 8.28 કરોડ
2013 - 8.28 કરોડ
2014 - 12.5 કરોડ
2015 - 12.5 કરોડ
2016 - 12.5 કરોડ
2017 - 12.5 કરોડ
2018 - 15 કરોડ
2019 - 15 કરોડ
2020 - 15 કરોડ
2021 - 15 કરોડ
2022 - 12 કરોડ
2023 - 12 કરોડ
કુલ - 176.84 કરોડ


આ પણ વાંચો:
કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા
World Cup 2023: ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિશ્વકપની મેચ રમી શકે છે પાકિસ્તાન
જાણો બ્લેક કોફીનો સૌથી મોટો અને બેસ્ટ ફાયદો, આ રોગ થવાની ઘટે છે શક્યતા


વિરાટ કોહલી (173 કરોડ)
ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓમાંથી એક વિરાટ કોહલી IPLમાંથી કમાણીના મામલે ત્રીજા નંબર પર હાજર છે. આઈપીએલમાંથી તેને અત્યાર સુધી 173 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા છે. IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેણે 5 સદી અને 44 અડધી સદીની મદદથી અત્યાર સુધીમાં કુલ 6624 રન બનાવ્યા છે.
સીઝન -  સેલેરી
2008 - 12 મિલિયન
2009 - 12 મિલિયન
2010 - 12 મિલિયન
2011 - 8.28 કરોડ
2012 - 8.28 કરોડ
2013 - 8.28 કરોડ
2014 - 12.5 કરોડ
2015 - 12.5 કરોડ
2016 - 12.5 કરોડ
2017 - 12.5 કરોડ
2018 - 17 કરોડ
2019 - 17 કરોડ
2020 - 17 કરોડ
2021 - 17 કરોડ
2022 - 15 કરોડ
2023 - 15 કરોડ
કુલ - 173.2 કરોડ


સુરેશ રૈના (110 કરોડ)
IPLમાં પોતાની બેટિંગથી લોકોને દિવાના બનાવનાર સુરેશ રૈના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે 1 સદી અને 39 અડધી સદી ફટકારી છે. રૈનાએ IPLની પ્રથમ 12 સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને દર વર્ષે 300થી વધુ રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે અત્યાર સુધીમાં 110 કરોડ રૂપિયાની સેલરી મેળવી છે.
સીઝન -  સેલેરી
2008 - 26 મિલિયન
2009 - 2.6 કરોડ
2010 - 26 મિલિયન
2011 - 5.98 કરોડ
2012 - 5.98 કરોડ
2013 - 5.98 કરોડ
2014 - 9.5 કરોડ
2015 - 9.5 કરોડ
2016 - 9.5 કરોડ
2017 - 12.5 કરોડ
2018 - 11 કરોડ
2019 - 11 કરોડ
2020 - 11 કરોડ
2021 - 11 કરોડ
કુલ - 110.74 કરોડ


રવિન્દ્ર જાડેજા (109 કરોડ)
આઈપીએલમાં કમાણી મામલે રવિન્દ્ર જાડેજા સુરેશ રૈનાથી બરાબર પાછળ છે. પ્રથમ સિઝનમાં રૂ. 12 લાખમાં વેચાયેલો રવિન્દ્ર જાડેજા હાલમાં રૂ. 16 કરોડનો પગાર ધરાવે છે અને આ સિઝનમાં સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડીઓમાં સામેલ છે. જાડેજાએ આઈપીએલમાંથી અત્યાર સુધીમાં 109 કરોડ રૂપિયાની કમાણી કરી છે
સીઝન -  સેલેરી
2008 - 12 મિલિયન
2009 - 12 મિલિયન
2010 - 4.37 કરોડ
2012 - 9.2 કરોડ
2013 - 9.2 કરોડ
2014 - 5.5 કરોડ
2015 - 5.5 કરોડ
2016 - 5.5 કરોડ
2017 - 9.5 કરોડ
2018 - 7 કરોડ
2019 - 7 કરોડ
2020 - 7 કરોડ
2021 - 7 કરોડ
2022 - 16 કરોડ
2022 - 16 કરોડ
કુલ - 109.01 કરોડ


આ પણ વાંચો:
શરમજનક! 906 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શું આ રીતે વિકાસ થશે ગુજરાતમાં?
દેશમાં વધ્યાં Heart Attackથી મોત, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ- બે મહિનામાં આવશે રિપોર્ટ
સિંહાસન માટે ફરી થશે મહાયુદ્ધ, Ponniyin Selvan 2નું ટ્રેલર થયું રીલીઝ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube