Women IPL: મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18ને મળ્યા છે.  951 કરોડમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, આ ડીલ 5 વર્ષ માટે કરવામાં આવી છે. આ વર્ષે મહિલા IPL યોજાવાની છે. આવી સ્થિતિમાં, Disney+ Star, Sony-Zee અને Viacom18 મીડિયા અધિકારોની હરાજીની પ્રક્રિયામાં સામેલ હતા. આખરે Viacom18 એ મહિલા IPL (WIPL 2023) ના મીડિયા અધિકારો જીત્યા છે. આ ડીલ 951 કરોડમાં થઈ છે, એટલે કે તે પ્રતિ મેચ અંદાજે 7.10 કરોડ રૂપિયા ચૂકવાશે. મતલબ કે BCCI મહિલા IPL મીડિયા અધિકારો હેઠળ  કરોડો રૂપિયાની કમાણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શાહે પોતાના Tweetમાં લખ્યું, 'વિમેન્સ IPL મીડિયા અધિકારો જીતવા બદલ Viacom18ને અભિનંદન. WIPL media Right રૂ. 951 કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે, આગામી 5 વર્ષ (2023-27) માટે પ્રતિ મેચ રૂ. 7.09 કરોડ રૂપિયા ચૂકવાશે. જે મહિલા ક્રિકેટ માટે મોટી વાત છે.


તમને જણાવી દઈએ કે આ વખતે મહિલા IPLમાં ઘણું બધું થવાનું છે. અગાઉ મહિલા મહિલા ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટ રમાઈ હતી, જેમાં કુલ 3 ટીમો રમી હતી અને મેચોની સંખ્યા માત્ર 5 હતી.


કેએલ રાહુલ જ નહીં અક્ષર પટેલ પણ જલદી કરશે લગ્ન, BCCI પાસેથી લીધી છે રજા


વિરાટે શર્ટલેસ થઈને અનુષ્કા સાથે શેર કર્યો રોમેન્ટિક Photo, મિનિટોમાં થયો વાયરલ


વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં આવ્યો આ ઘાતક ખેલાડી, હવે ભારતની ટ્રોફી પાક્કી!


મહિલા  (Women IPL) અંગે BCCIએ કહ્યું છે કે, "WIPL 2023માં ઘરઆંગણે અને વિરોધી મેદાન પર મેચોનું આયોજન કરવું પડકારજનક રહેશે." તેથી, એવું સૂચન કરવામાં આવ્યું છે કે પ્રથમ 10 મેચ એક સ્થળે અને બાકીની 10 મેચ અન્ય સ્થળે યોજવામાં આવે.



પગારની સમાનતા પછી મહિલા IPL માટે મીડિયા અધિકારો માટેની આજની બિડ ઐતિહાસિક છે. ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે આ એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે તમામ ઉંમરની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે. ભારતમાં મહિલા ક્રિકેટ માટે આ ખરેખર એક નવી સવાર છે!'


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube