નવી દિલ્હીઃ શારહાજ ક્રિકેટ સ્ટેડિયમે 1984મા પહેલા એશિયા કપની યજમાની કરી અને હવે 30 ઓગસ્ટથી શરૂ થનાર ચાર મુખ્ય મેચોની યજમાની માટે એકવાર ફરી ટૂર્નામેન્ટનું સ્વાગત કરવા તૈયાર છે. પ્રતિષ્ઠિત સ્થળે પાછલા વર્ષે નવીનીકરણની જાહેરાત કરી હતી, જેમાં એક નવું વીઆઈપી આતિથ્ય અનુભવ સામેલ છે, જેમાં 11 વીઆઈપી સૂટ અને એક અત્યાધુનિક રોયલ સૂટ સામેલ છે. એશિયન ક્રિકેટ પરિષદના સંસ્થાપક સભ્યના રૂપમાં અબ્દુલ રહમાન બુખાતિરે આ ટૂર્નામેન્ટની પ્રારંભિક સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમનું માનવું છે કે ક્રિકેટના અનુક્રમમાં એશિયન ટીમોના ભવિષ્યના ઉત્થાનમાં આ પ્રથમ મોટું પગલું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે રહ્યો ભારતનો જલવો
વિશ્વ સ્તરીય ક્રિકેટ સ્થળના રૂપમાં શારજાહની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ ન કરવો પણ આશ્ચર્યજનક લાગે છે, કારણ કે એક જગ્યા પર વધુ વનડે મેચો (245) ની યજમાની માટે ગિલીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવું તેના માટે ખાસ છે. 11 વર્ષોના અંતર બાદ 1995મા શારજાહમાં બીજીવાર પાંચમા એશિયા કપની યજમાની કરવામાં આવી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે તેમાં ભાગ લીધો હતો, જેમાં ભારત સતત ત્રીજીવાર અને કુલ ચોથી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. 


બુખાતિર અને શારજાહે માત્ર યજમાન દેશોના રમવા સિવાય એશિયન ક્રિકેટ માટે ઘણું કર્યું છે. તેમણે 2010માં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને સ્ટેડિયમની રજૂઆત કરી, જેની પાસે તે સમયે જરૂરી ટર્ફ સુવિધાઓ નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાને શારજાહમાં દ્વિપક્ષીય રમતોમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની યજમાની કરી છે અને તે ખુબ ગર્વની વાત છે કે તે 30 ઓગસ્ટે શારજાહમાં બાંગ્લાદેશ સામે રમશે. 


ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે ઝૂલન ગોસ્વામી, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ


સંયુક્ત અરબ અમીરાત ક્રિકેટના પિતામહ મનાતા અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમના સંસ્થાપક બુખાતિરે કહ્યુ, 27 ઓગસ્ટથી 15મો એશિયા કપ શારજાહ અને દુબઈમાં રમાશે. આ 40 વર્ષ ખુબ ફળદાયી રહ્યાં છે અને મને ખુશી છે કે અમે ફરી યજમાન બન્યા છીએ. 1984માં શરૂ કરવામાં આવેલી પહેલ રંગ લાવી અને હું તેને પોતાની સૌથી સંતોષજનક સિદ્ધિઓમાંથી એકના રૂપમાં જોઉ છું. 


શારજાહ ક્રિકેટ સ્ટેડિયમના સીઈઓ ખલાફ બુખારિતે કહ્યુ, જીવન ખરેખર એક પૂર્ણ ચક્રમાં આવી ગયું છે અને અમે 2022માં એકવાર ફરી એશિયા કપની યજમાની કરવા માટે ખુબ ઉત્સાહિત છીએ. અમારૂ સ્ટેડિયમ વિશ્વ સ્તર પર રેકોર્ડ તોડવા, સર્વશ્રેષ્ઠ પ્રશંસકો અને સૌથી રોમાંચક ફિનિશ માટે પ્રસિદ્ધ છે અને મને લાગે છે કે આ ટૂર્નામેન્ટ અલગ હશે નહીં. સ્ટેડિયમમાં ચાલી રહેલા અપડેશનનું કામ પૂરુ થઈ ગયું છે. હવે જલદી શારજાહમાં વધુ એક મોટી ટૂર્નામેન્ટ માટે મળીએ છીએ. 


એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શ્રીલંકાની યજમાની સાથે યૂએઈમાં શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની સાથે એક ક્વોલિફાયર હશે. ટૂર્નામેન્ટ ડબલ રાઉન્ડ-રોબિન અને નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ એમાં ક્વોલિફાયર ટૂર્નામેન્ટના વિજેતા સાથે જોડાશે, જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યાં છે. 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનાર ફાઇનલની સાથે ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 13 મેચ રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube